Not Set/ ગુજરાતની 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી આગળ,વાંચો કયા ઉમેદવાર કેટલી લીડથી આગળ

ગુજરાતની 26 લોકસભાની સીટ પર આજે વહેલી સવારથી મતગણતરી હાથ ધરાઇ હતી.દેશભરમાં લોકસભાની સીટો પરના જે વલણો સામે આવ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં પણ 26 સીટો પર ભાજપ આગળ હતું.બપોરે એક વાગ્યાના વલણ પ્રમાણે ગુજરાતમાં દરેક સીટ પર ભાજપના ઉમેદવારો આગળ હતા. રાજ્યમાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની ચાર સીટો પર પણ પેટા-ચૂંટણી યોજાઇ હતી.ચાર વિધાનસભા ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર(ગ્રામ્ય) […]

Top Stories Gujarat Others
MAHAJUNG 2019 lok1 ગુજરાતની 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી આગળ,વાંચો કયા ઉમેદવાર કેટલી લીડથી આગળ

ગુજરાતની 26 લોકસભાની સીટ પર આજે વહેલી સવારથી મતગણતરી હાથ ધરાઇ હતી.દેશભરમાં લોકસભાની સીટો પરના જે વલણો સામે આવ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં પણ 26 સીટો પર ભાજપ આગળ હતું.બપોરે એક વાગ્યાના વલણ પ્રમાણે ગુજરાતમાં દરેક સીટ પર ભાજપના ઉમેદવારો આગળ હતા.

રાજ્યમાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની ચાર સીટો પર પણ પેટા-ચૂંટણી યોજાઇ હતી.ચાર વિધાનસભા ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર(ગ્રામ્ય) અને માણાવદર બેઠક પર પણ ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે.

આમ રાજ્યમાં ભાજપે કોંગ્રેસના સુપડાં સાફ કર્યા છે.

-ગાંધીનગરની સીટ પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 3,43,000 મતોથી કોંગ્રેસના સી.જે ચાવડા કરતાં આગળ છે.

-રાજકોટમાં ભાજપના મોહન કુંડારિયા કોંગ્રેસના લલિત કગથરાથી 2 લાખ કરતાં વધુ મતોથી આગળ છે.

-વડોદરામાં ભાજપના રંજન ભટ્ટ કોંગ્રેસના પ્રશાંત પટેલ કરતાં 2,25,000 મતોથી આગળ છે.

-અમદાવાદ ઇસ્ટની સીટ પરથી ભાજપના હસમુખ પટેલ કોંગ્રેસના ગીતા પટેલ કરતાં 1,20,000 મતોથી આગળ છે.

-અમરેલીમાં ભાજપના નારણભાઇ કાછડિયા કોંગ્રેસના પરેશ ધાનાણી કરતાં 63,000 મતોથી આગળ છે.

-કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા કોંગ્રેસના નરેશ મહેશ્વરી કરતાં 1,63,000 મતોથી આગળ છે.

-સુરત બેઠક પર ભાજપના દર્શના જરદોશની કોંગ્રેસના અશોક પટેલ કરતાં 3,15,000 મતોથી આગળ છે.

-નવસારીમાં ભાજપના સી.આર. પાટીલ કોંગ્રેસના ધર્મેશ પટેલ કરતાં 3 લાખ કરતાં વધુ મતોથી આગળ છે.

-છોટા ઉદેપુરની સીટ પર ભાજપના ગીતા રાઠવા કોંગ્રેસના રણજીત રાઠવા કરતાં 3,22,000 મતોથી આગળ છે.

-આણંદની સીટ પર ભાજપના મિતેશ પટેલ કોંગ્રેસના ભરતસિંહ સોલંકી કરતાં 186,000 મતોથી આગળ છે.

-ખેડાની સીટ પર ભાજપના દેવુસિંહ ચૌહાણ કોંગ્રેસના બિમલ શાહ કરતાં 1,29,000 મતોથી આગળ છે.

-બનાસકાંઠામાં ભાજપના પરબત પટેલ કોંગ્રેસના પરથી ભટોળ કરતાં 1,80,000 મતોથી આગળ છે.

-દાહોદમાં ભાજપના જસવંતસિંહ ભાંભોર કોંગ્રેસના બાબુ કટારા કરતાં 65,000 મતોથી આગળ છે.

-બારડોલીમાં ભાજપના પરભુ વસાવા કોંગ્રેસના તુષાર ચૌધરીથી 2 લાખ જેટલાં મતોથી આગળ છે.

-ભાવનગરમાં ભાજપના ડો.ભારતી શિયાળ કોંગ્રેસના મનહર પટેલ કરતાં 2,83,000 મતોથી આગળ છે.

-ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા કોંગ્રેસના શેરખાન પઠાણ 2,24,000 મતોથી આગળ છે.આ સીટ પર બીટીપીના છોટુ વસાવાને 1 લાખ જેટલા મતો મળ્યા છે.

-પંચમહાલમાં ભાજપના રતનસિંહ રાઠોડ કોંગ્રેસના વેછટ ખાંટ કરતા 1,05,000 મતોથી આગળ છે.

-મહેસાણામાં ભાજપના શારદા પટેલ કોંગ્રેસના એ જે પટેલ કરતાં 57,000 મતોથી આગળ છે.

પાટણમાં ભરતસિંહ ડાભી કોંગ્રેસના જગદીશ ઠાકોર કરતાં 1 લાખ કરતાં વધુ મતોથી આગળ.

-સુરેન્દ્રનગરમાં ભાજપના ડો.મહેન્દ્ર મુજપરા કોંગ્રેસના સોમાભાઇ પટેલ કરતાં 1,28,000 મતોથી આગળ.

-વલસાડમાં ભાજપના ડો.કેસી પટેલ કોંગ્રેસના જીતુ ચૌધરી કરતાં 2,50,000 મતોથી આગળ.

-જામનગરમાં ભાજપના પુનમ માડમ કોંગ્રેસના મુળુભાઇ કંડોરિયા કરતાં 2 લાખ મતોથી આગળ છે.

-પોરબંદરમાં ભાજપના રમેશ ધડુક કોંગ્રેસના લલિત વસોયા કરતાં 2 લાખ કરતાં વધુ મતોથી આગળ છે.

-જુનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમા કોંગ્રેસના પુજાભાઇ વંશ કરતાં 1,30,000 મતોથી આગળ છે.