ગુજરાત પ્રવાસ/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી ધામથી ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નો પ્રારંભ કરાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે આવતીકાલે શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નો આંરભ કરાવશે

Top Stories Gujarat
23 2 વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી ધામથી 'મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના'નો પ્રારંભ કરાવશે

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસ બાકી જ છે ત્યારે હાલ રાજયની બાગડોર pm  મોદીએ પોતાના હાથમાં લઇ લીધી છે,તે સ્પષ્ટ જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે આવતીકાલે શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નો આંરભ કરાવશે. વડાપ્રધાન હાલ ગુજરાતના પ્રવાસે અને ઘણી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરી ચુક્યા છે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને કામધેનુ તરીકેના અપાયેલા પૂજનીય સ્થાન અને મહત્વને ઉજાગર કરતી યોજના છે.

રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના 2022-23ના બજેટમાં જાહેર કરી છે. વડાપ્રધાન આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે.

અંબાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મા અંબાના મંદિરમાં માતાજીની આરજી અને પૂજા-અર્ચના પણ કરશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી મા અંબાનો આર્શીવાદ મેળવીને અંબાજી માતાના ગબ્બર ખાતે લાઈટ શોની પણ મુલાકાત લેશે. આ દરમિયાન મોદી ત્યાં ગબ્બર ખાતે મહાઆરતીમાં પણ ભાગ લેશે. મહાઆરતી કર્યા બાદ વડાપ્રધાન રોડ માર્ગે આબુરોડ માનપુર ખાતે હેલિપેડ ખાતે રવાના થશે.