Not Set/ નીરજ ચોપરાની મેડલ સેરેમનીનું જન-ગણ-મન થઇ રહ્યું છે વાઈરલ, આ છે મુખ્ય કારણ

જકાર્તા, ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતી ભારતને આઠમો ગોલ્ડ અપાવ્યો હતો. ૨૦ વર્ષીય ચોપરાએ એશિયન ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ થ્રો ૮૮૦.૦૬ મીટર સાથે ભાલો ફેંકીને ગોલ્ડ પર નિશાન સાધતા ઈતિહાસ રચ્યો હતો. #AsianGames2018: India's Neeraj Chopra wins a gold medal in men's javelin throw final. pic.twitter.com/29BXLADs1i — ANI (@ANI) August 27, 2018 નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યા […]

Trending Sports

જકાર્તા,

ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતી ભારતને આઠમો ગોલ્ડ અપાવ્યો હતો. ૨૦ વર્ષીય ચોપરાએ એશિયન ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ થ્રો ૮૮૦.૦૬ મીટર સાથે ભાલો ફેંકીને ગોલ્ડ પર નિશાન સાધતા ઈતિહાસ રચ્યો હતો.

નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યા બાદ પીએમ મોદીથી લઇ દેશભરના લોકો દ્વારા તેઓને શુભેચ્છા આપવામાં આવી રહી છે. જો કે આ વચ્ચે સોશિયલ મીડિયામાં એવું કઈ ખાસ થયું હતું કે ત્યારબાદ તે છવાઈ ગયું હતું.

હાલમાં સોશિયલ મીડિયામાં નીરજ ચોપરાએ ગોલ્ડ જીત્યા બાદ સતત મેડલ સેરેમનીનો વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજને ઉપર જતા અને દર્શકોને બતાવવામાં આવ્યા છે.

https://twitter.com/PemaKhanduBJP/status/1034083281027903493

આ કારણે થઇ રહ્યું છે સતત વાઈરલ

https://twitter.com/ggiittiikkaa/status/1034087308163727367

https://twitter.com/mukuldayal2000/status/1034138315518296066

હકીકતમાં, ૨૦ વર્ષીય નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો એ કોઈ સાધારણ ન હતો, કારણ કે ચોપરાએ જે ગોલ્ડ પોતાના નામે કર્યો છે તે બીજું અન્ય કોઈ નહિ પણ કટ્ટર હરીફ પાકિસ્તાન અને ચીનને હરાવીને જીત્યો છે.

ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ સર્વશ્રેષ્ઠ થ્રો ૮૮૦.૦૬ મીટર સાથે ભાલો ફેંકીને ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું, જયારે ચીનની લિયુ ક્વિજીને સિલ્વર મેડલ ૮૨.૨૨ ફેંકીને તેમજ પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમે ૮૦.૭૫ મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારત-પાકિસ્તાન અને ચાલી રહ્યા છે વિવાદ 

મહત્વનું છે કે, ભારતને કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન સાથે છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યા છે. આ કારણે ભારતીયોની ભાવનાઓ આ દેશો સાથે સતત જોડાયેલી રહે છે, ત્યારે હવે આ સ્પર્ધામાં ભારત ૧ નંબર. ચીન બીજા નંબરે અને ત્રીજા નંબરે પાકિસ્તાન હતું, અને આ જ પ્રમાણે દેશનો રાષ્ટ્રધ્વજ ઉપર જઈ રહ્યો ત્યારે આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખુબ છવાઈ ગયા છે.