Not Set/ હરિયાણા : જીંદ ભાજપનો લહેરાયો ભગવો, સુરજેવાલાની થઇ હાર

જીંદ, હરિયાણાના જીંદ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા – ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર કૃષ્ણ મિઢઢાની 12,935 વોટથી વિજય થયો છે, જયારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાને ઝટકો લાગ્યો છે. બીજી બાજુ રાજસ્થાનની રામગઢ વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ખાને 12,228 વોટથી જીત હાંસલ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર સાફિયા […]

Top Stories India Trending
bjp flag 01 750 હરિયાણા : જીંદ ભાજપનો લહેરાયો ભગવો, સુરજેવાલાની થઇ હાર

જીંદ,

હરિયાણાના જીંદ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા – ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર કૃષ્ણ મિઢઢાની 12,935 વોટથી વિજય થયો છે, જયારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાને ઝટકો લાગ્યો છે.

બીજી બાજુ રાજસ્થાનની રામગઢ વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ખાને 12,228 વોટથી જીત હાંસલ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ખાનને કુલ 83,311 વોટ મળ્યા હતા જયારે ભાજપના સુખવંત સિંહને 71,083 વોટ મળ્યા હતા. આ સાથે જ કોંગ્રેસના ઉમેદવારે 12,228 વોટથી જીત મેળવી છે.

જીંદની પેટા ચૂંટણીમાં સુરજેવાલાને મળેલી હાર બાદ તેઓએ કહ્યું, “ભાજપના વિજય થયેલા ઉમેદવારને ધન્યવાદ કહું છું. મને આશા છે કે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને કૃષ્ણ મિઢઢા જી લોકોની આશાઓને પુરી કરશે.

બીજી બાજુ  કોંગ્રેસની આ જીત સાથે જ રાજસ્થાનમાં પાર્ટીએ બેઠકોની સેન્ચુરી પૂરી કરી છે અને સાથે સાથે કોંગ્રેસની સ્થિતિ પણ વધુ મજબૂત થઇ છે. નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં 99 બેઠકો જીત્યા બાદ કોંગ્રેસની સરકાર બહુજન સમાજવાદી પાર્ટીના સમર્થનથી ચાલી રહી છે.