ઇંગ્લેન્ડ/ કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી, કોરોના કેસોમાં બમણો વધારો જોવા મળ્યો

ઈંગ્લેન્ડના કોર્નવાલમાં ગત સપ્તાહે આયોજિત ત્રણ દિવસના જી-7 શિખર સંમેલન બાદ ત્યાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કોર્નવાલમાં એક અઠવાડિયામાં 10 ટકા નવા કેસ મળ્યા છે. કોર્નવાલના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું કે કોરોનાના વધતા કેસને કારણે હોટલો બંધ કરવી પડી છે.

World Trending
birds 8 3 કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી, કોરોના કેસોમાં બમણો વધારો જોવા મળ્યો

વિશ્વ હજી કોરોનાની મહામારીમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે, ત્યારે હવે ઇંગ્લેન્ડમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે.

કોરોના વાયરસનાં કેસ વધીને 9 હજારને પાર

બ્રિટનમાં કોરોના વાઇરસની ત્રીજી લહેરનું આગમન થઇ ગયું છે. 24 કલાકમાં કોરોનાના 9055 કેસ સામે આવ્યાં છે. બ્રિટનમાં આ કેસ ત્યારે વધ્યા છે જ્યારે દેશને અનલૉક થયાનો પૂરો એક મહિનો વીતી ગયો છે. અહીં 17 મેથી અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. એક મહિનમાં જેટલા કેસ મળ્યા છે તેમાંથી 90% ડેલ્ટા વેરિયન્ટના છે. બીજી બાજુ ઈંગ્લેન્ડમાં ડેલ્ટા વેરિયન્ટ પર થયેલા રિસર્ચે ચિંતા વધારી છે. તે મુજબ આ વેરિયન્ટને કારણે બ્રિટનમાં ફક્ત 11 દિવસમાં જ સંક્રમિતોની સંખ્યા બમણી થઈ ચૂકી છે. ગુરુવારે આવેલો રિપોર્ટ ઈમ્પિરિયલ કોલેજ લંડને તૈયાર કર્યો છે. તે હેઠળ 20 મેથી 7 જૂન સુધી એક લાખ ઘરોનો સ્વાબ ટેસ્ટ લેવાયો હતો. તેમાં 0.15 ટકા લોકોમાં આ ઘાતક વાઇરસ જોવા મળ્યો હતો.

birds 8 4 કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી, કોરોના કેસોમાં બમણો વધારો જોવા મળ્યો

ઈંગ્લેન્ડના કોર્નવાલમાં ગત સપ્તાહે આયોજિત ત્રણ દિવસના જી-7 શિખર સંમેલન બાદ ત્યાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કોર્નવાલમાં એક અઠવાડિયામાં 10 ટકા નવા કેસ મળ્યા છે. કોર્નવાલના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું કે કોરોનાના વધતા કેસને કારણે હોટલો બંધ કરવી પડી છે. જ્યારે જી-7 સમાપ્ત થયા બાદ કોર્નવાલમાં કેસ વધવાને કારણે ચિંતા વધી છે. કેમ કે સંમેલન દરમિયાન નેતાઓ અનેકવાર માસ્ક વગર દેખાયા હતા. સાથે જ તેમની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ નહોતું. જેને લઈને કોરોના કેસમાં વધારો થયો હોય તેવુ માનવામાં આવી રહ્યું છે