National Film Awards 2023/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ફિલ્મી સિતારાઓને National Film Awards એનાયત કરાયો

69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં 2021 અને 2022માં રિલીઝ થયેલી ફિલ્મોને સન્માનિત કરવામાં આવી રહી છે. 24 ઓગસ્ટ 2023ના રોજ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી.

film industry Trending Entertainment
National Film Awards

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિલ્મી સિતારાઓને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 69માં National Film Awards 2023નું આયોજન કરવામાં આવ્યું. અલ્લુ અર્જુન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કૃતિ સેનન, પંકજ ત્રિપાઠી, કરણ જોહર, વિવેક અગ્નિહોત્રી, પલ્લવી જોશી અને આર માધવનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રશસ્તિપત્ર અને મેડલ અર્પણ કરાશે. પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે. દાદાસાહેબ ફાળકે એવોર્ડને ભારતીય સિનેમામાં પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે દાદાસાહેબ ફાળકે જ સિનેમાના જન્મદાતા છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં આ વર્ષે હિન્દી ફિલ્મ જગતના કલાકારો ઉપરાંત દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના કલાકારોને પણ સ્થાન મળ્યું છે. 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં 2021 અને 2022માં રિલીઝ થયેલી ફિલ્મોને સન્માનિત કરવામાં આવી રહી છે. 24 ઓગસ્ટ 2023ના રોજ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. એવોર્ડ સમારોહમાં હાજરી આપવા માટે તમામ કલાકારો ગઈકાલે સાંજથી જ દિલ્હી આવવા લાગ્યા હતા.

69th National Film Awards 2023માં સાઉથ અભિનેતા અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. જ્યારે બોલીવુડની બે અભિનેત્રીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આલિયાભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડી માટે અને કૃતિ સેનને મીમી માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. અને વિકી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ સિંહને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.

જુઓ વિવિધ કેટેગરીમાં કયા કલાકારો અને ટેકનિશિયનને એવોર્ડ આપવામાં આવ્યો

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ સરદાર ઉધમ, રોકેટ્રી-ધ નામ્બી ઈફેક્ટ્સ
શ્રેષ્ઠ અભિનેતા અલ્લુ અર્જુન (પુષ્પા- ધ રાઇઝ)
શ્રેષ્ઠ અભિનેત્રી આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી),

કૃતિ સેનન (MIMI)

શ્રેષ્ઠ દિશા નિખિલ મહાજન મરાઠી ફિલ્મ ગોદાવરી
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા પંકજ ત્રિપાઠી (MIMI)
વિશેષ જ્યુરી એવોર્ડ શેરશાહ
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન ડીએસપી (પુષ્પા અને આરઆરઆર)
નરગીસ દત્ત એવોર્ડ નેશનલ યુનિટી બેસ્ટ ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર સરદાર ઉધમ સિંહ
શ્રેષ્ઠ ઉત્પાદન ડિઝાઇન સરદાર ઉધમ સિંહ
શ્રેષ્ઠ સંપાદન ગંગુબાઈ કાઠિયાવાડી
શ્રેષ્ઠ કોરિયોગ્રાફી આર આર આર
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી સરદાર ઉધમ સિંહ
શ્રેષ્ઠ પુરૂષ ગાયક કાલ ભૈરવ
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ છેલ્લો શો
શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ 777 ચાર્લી
શ્રેષ્ઠ મૈથિલી ફિલ્મ સમાંતર
શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ Ekda Kay Zala
શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ હોમ
શ્રેષ્ઠ તમિલ ફિલ્મ Kadaisi Vivasayi
શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ Uppena
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2021: નોન ફીચર ફિલ્મ
બેસ્ટ નરેશન વોઈસ ઓવર આર્ટિસ્ટ કુલદા કુમાર ભટ્ટાચારજી
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન ઈશાન દિવેચા
નોન ફીચર સ્પેશિયલ મેન્શન
બાલે બંગારા અનિરુદ્ધ જાટેકર
કરુવરાઈ શ્રીકાંત દેવા
ધ હીલિંગ ટચ શ્વેતા કુમાર દાસ
એક દુવા રામ કમલ મુખર્જી

whatsapp ad White Font big size 2 4 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ફિલ્મી સિતારાઓને National Film Awards એનાયત કરાયો


આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ 41KM લાંબા ગાઝામાં હમાસે કેવી રીતે તૈયાર કર્યો 500 કિલોમીટર લાંબી રહસ્યમય ટનલનો માર્ગ?