મંતવ્ય વિશેષ/ 41KM લાંબા ગાઝામાં હમાસે કેવી રીતે તૈયાર કર્યો 500 કિલોમીટર લાંબી રહસ્યમય ટનલનો માર્ગ?

ગાઝાની જમીન નીચે આતંકની એક અલગ જ દુનિયા છે. હમાસનો દાવો છે કે તેણે લગભગ 500 કિમી લાંબી ટનલનું ભૂગર્ભ નેટવર્ક નાખ્યું છે, જેના એક્સેસ પોઈન્ટ ઈમારતો, શાળાઓ, મસ્જિદોમાં છે. જોઈએ આજ મુદ્દે વિશેષ અહેવાલ…

Mantavya Exclusive Mantavya Vishesh
YouTube Thumbnail 82 3 41KM લાંબા ગાઝામાં હમાસે કેવી રીતે તૈયાર કર્યો 500 કિલોમીટર લાંબી રહસ્યમય ટનલનો માર્ગ?
  • હમાસની ભૂગર્ભ દુનિયા
  • ગાઝામાં 500 KM લાંબી ટનલનું નેટવર્ક બનાવ્યું
  • 40 કિમી લાંબી અને 10 કિમી પહોળી ગાઝા પટ્ટી
  • 400 ચોરસ કિમીમાં 2 મિલિયન લોકોનો વસવાટ 

 40 કિમી લાંબી અને 10 કિમી પહોળી ગાઝા પટ્ટીમાં લગભગ 2 મિલિયન લોકો રહે છે. ઉપરથી જોવામાં આવે તો દરેક શહેરની જેમ ઘર, દુકાનો, શાળાઓ, હોસ્પિટલો, મસ્જિદો, ઓફિસો દેખાય છે, પરંતુ ગાઝાની જમીન નીચે આતંકની એક અલગ જ દુનિયા છે. હમાસનો દાવો છે કે તેણે લગભગ 500 કિમી લાંબી ટનલનું ભૂગર્ભ નેટવર્ક નાખ્યું છે, જેના એક્સેસ પોઈન્ટ ઈમારતો, શાળાઓ, મસ્જિદોમાં છે. જોઈએ આજ મુદ્દે વિશેષ અહેવાલ…

ગાઝામાં ટનલની શરૂઆત 2001માં થઈ હતી. ગાઝા પટ્ટી પર ઈઝરાયલે કબજો કર્યો હતો. પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠનો તેમને ભગાડવા માટે તેમની રીતે પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ ઈઝરાયલની એડવાન્સ સિકયોરીટી સામે તેઓ લાચાર હતા. તે દરમિયાન આતંકવાદીઓએ કેટલીક સુરંગ ખોદવાનું શરૂ કર્યું હતું. તેઓ આ ટનલોમાં વિસ્ફોટકો ભરીને ઈઝરાયલની બોર્ડર પોસ્ટર્ન ઉડાવી દેવાનો પ્રયાસ કરતા. આમાં મહેનત વધુ, પણ સફળતા ઓછી હતી. 2003ની આસપાસ ઉગ્રવાદી સંગઠનોએ ઈજિપ્ત બોર્ડર પર કેટલીક સુરંગો ખોદી હતી. તેનાથી આવશ્યક ચીજવસ્તુઓ, શસ્ત્રો અને દારૂગોળાની દાણચોરી થતી હતી.

2004માં ઈઝરાયલના વડાપ્રધાન એરિયલ શેરોને ગામા છોડવાની જાહેરાત કરી અને 15 સપ્ટેમ્બર 2005 સુધીમાં ઈઝરાયલે ગાઝા ખાલી કરી દીધું. ઈઝરાયલે ગાઝા છોડતાની સાથે જ ફતાહ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયો. 2007માં હમાસે ગાઝા પર નિયંત્રણ મેળવ્યું. આ પછી ગાઝામાં ટનલનું નેટવર્ક ખૂબ જ ઝડપથી ફેલાવા લાગ્યું.

2005માં બનેલી એક ઘટનાએ ઇઝરાયલને આંચકો આપ્યો હતો. પેલેસ્ટાઈનના આતંકવાદીઓએ ગાઝા-ઈઝરાયલ સરહદમાં એક ટનલ ખોદી હતી. તેનાથી ઈઝરાયલ બૉર્ડર પોસ્ટની પાછળથી સશસ્ત્ર લડવૈયાઓ બહાર આવ્યા હતા ઈઝરાયલના 2 સૈનિકોને માર્યા, એકને ઘાયલ કર્યો અને એક સૈનિકને પકડીને ટનલ મારફતે પરત ફર્યાં. બધક બનાવવામાં આવેલા સૈનિકનું નામ ગિલાડ શાલિત હતું. 2017માં 3,000 કેદીઓના લામાં ગિલિયડને છોડવામા આવ્યો હતો.

2013માં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ એ 1.6 કિમી લાખો અને 18 મીટર ઉંડી પર શોધી કાઢી હતી જેની છત અને દીવાલો કોન્ક્રીટની બનેલી હતી. જે ગાઝા પટ્ટીથી શરૂ અને ઈઝરાયલના કીબુત્જ વિસ્તારમાં જતી હતી. 17 જુલાઈ, 2014ના રોજ આવી જ એક સુરંગથીથી હમાસના લાડવૈયાઓ હથિયારો સાથે સુફામાં ઈઝરાયલના એક સામુદાય સુધી પહોંચ્યા હતા.ચાર દિવસ બાદ IDF યુનિફોર્મમાં આવેલા આતંકીઓએ બીજા ટનલ મારફતે ઘૂશણખોરી કરી હતી. તેઓને ઈજરાયલના  ડિફેન્સ ફોર્સે મારી નાખ્યા હતા. 2014માં ઓપરેશન પ્રોટેક્ટિવ એજ દરમિયાન દઈઝરાયલે લગભગ 30 ક્રૉસ બોર્ડર ટનલને ખતમ કરી હતી.

ગાઝા પટ્ટીની કુલ લંબાઈ લગભગ 40 કિમી અને પહોળાઈ લગભગ 10 કિમી એટલે કે ગાઝાનો સમગ્ર વિસ્તાર લગભગ 400 ચોરસ કિમી છે. હમાસે ગાઝા હેઠળ લગભગ 100 કિલોમીટર લાંબુ ટનલનું નેટવર્ક ફેલાવ્યું છે, જેના એક્સેસ પોઇન્ટ સમગ્ર ગાઝામાં ફેલાયેલા છે. હમાસે આ ટનલ ગાંજાના ગીચ  વિસ્તારોમાં બનાવી છે. ઘણી વખત આ  એક્સેસ પોઇન્ટ સ્કૂલ. મસ્જિદો, હોસ્પિટલ  અને અન્ય નાગરિક ઇમારતો છે. હમાસ જાણીજોઈને એવી જગ્યા પસંદ કરે છે, જ્યાં ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ તરફથી હુમલાની સંભાવના ઓછી હોય. આ સ્થળોએ ટનલ શોધવી લગભગ અશક્ય  છે.હમાસ આ ટનલ નો ઉપયોગ બંધ કરો કમાન્ડ સેન્ટર્સ અને દારૂગોળાના પરિવહન માટે કરે છે.

એક સમયે ગાજા અને ઇજિપ્તની બોર્ડર ઉપર લગભગ 2500 ટનલ હતી 2010માં ઈઝરાયેલી મોટાભાગના માલની આયાત કરવાની મંજૂરી આપી જેનાથી દાણચોરીમાં ઘટાડો થયો એ જ રીતે પાછળથી મોટાભાગની ટનલ બંધ કરી દીધી 2021 માં ઈઝરાયેલી ધાબો કર્યો હતો કે તેને અમાસની 100 થી વધુ રંગોની નષ્ટ કરી છે જો કે હમાસે કહ્યું હતું કે આ તેમની કુલ ચેનલના પાંચ ટકા પણ નથીસાત ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાઇલ પર હુમલા માટે આ સુરંગોથી આટલી મોટી સંખ્યામાં રોકેટ લોન્ચર એકત્ર કરવામાં આવ્યા હતા જેના વિશે ગુપ્તચર એજન્સી મોસાદને પણ કોઈ ગંધ ન હતી આવી.

ગાજાની અંદરની ટનલ સપાટીથી લગભગ 30 મીટર નીચે આવેલી છે અને ઓળખવાથી બચવા માટે ઘરો મસ્જિદો સ્કૂલ અને અન્ય જાહેર ઇમારતોની નીચે એન્ટ્રી ગેટ છે ઘણી ઘટનામાં હમાસે સંયુક્ત રાષ્ટ્રની સુવિધાઓનો પણ ઉપયોગ કર્યો હતો. ઓપરેશન પ્રોજેક્ટિવ એ જ દરમિયાન તે 2014માં પ્રથમ વખત મળી આવ્યું હતું. જ્યારે યુએનઆર ડબલ્યુ સ્કૂલમાંથી ત્રણ વખત હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. એક જૂન 2017 ના રોજ unrwa જાહેરાત કરી હતી કે તેની બે શાળાઓમાં હમાસના હુમલા ની ચેનલ મળી આવી છે બોય સ્કૂલ અને મગાજી એલીમેન્ટરી બોયઝ એન્ડ બી સ્કુલ.15 ઓક્ટોબર 2017 ના રોજ યુએનઆર ડબલ્યુ એ બીટ હનુમાન સ્કૂલ હેઠળ અમાસ ટનલનો ખુલાસો કર્યો અને વિદ્યાર્થીઓની જોખમમાં મુકવા બદલ અમાસની નિંદા કરી હતી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હમજ ગાજાની અંદર નિયમિતપણે ટનલનો ઉપયોગ કરે છે તેઓ લાંબા સમય સુધી રહેવા માટે વધુ આરામદાયક છે અહીં વીજળી અને લાઈટ ની વ્યવસ્થા છે અહીં સરળતાથી ઉભા રહી શકાય છે અને આસપાસ ફરી શકાય છે હમણાં જ અત્યારના સમયમાં ટનલ બનાવવામાં એક્સપર્ટ છે.

ઇઝરાઇલ ફોર્સે દાબો કર્યો છે કે હમાસે યુદ્ધમાં નાશ પામેલા મકાનો અને લાખો ટન સિમેન્ટ નો ઉપયોગ ટનલ બનાવવા માટે મોકલવામાં આવેલી નાણાકીય સહાયનો ઉપયોગ કર્યો છે માટે બાંધકામ સામગ્રીનું મોટું જથ્થો ટ્રાન્સફર કરે છે ઇઝરાયેલ ના જણાવ્યા અનુસાર સિમેન્ટ લાકડું લોખંડના હજારો ટ્રક જેનો ઉપયોગ ગાજામાં ઘરો હોસ્પિટલો સ્કૂલ લાઇબ્રેરી બનાવવા માટે થઈ શકે છે પરંતુ સમાવશે તેનો ઉપયોગ તેના આતંકવાદના અંદર ગ્રાઉન્ડ સીટી બનાવવા માટે કર્યો હતો.

હમાસની એક ટનલમાં બિલ્ડીંગ સપ્લાયની 350 ટ્રકનો ઉપયોગ થાય છે આટલી સમગ્ર થી જ 86 કર સાત મસ્જિદો છ સ્કૂલ અને 19 મેડિકલ ક્લિનિક્સ બનાવી શકાય છે દરેક ચેનલ ની કિંમત 30 લાખ ડોલર એટલે કે લગભગ 25 કરોડ રૂપિયા થાય છે 2014માં ઓપરેશન પ્રોટેક્ટિવ ઇસ બાદ હમાસ નું બજેટ ઘટતું રહ્યું પરંતુ સૈન્ય 15% થી વધારીને ૫૫ ટકા કરવામાં આવ્યું એ અંદાજ મુજબ હમાસે તેના ટનાલ નિર્માણ નેટવર્કમાં 150 મિલિયન ડોલર એટલે કે લગભગ ૧૨૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે

2014 ના ઓપરેશન પ્રોટેક્ટિવ ઇસ પહેલા હમાસે અનેક ટનલ બનાવી હતી આ કારણે યુદ્ધ અંડરગ્રાઉન્ડ થયું છે તેમનો ઉદ્દેશ ઇઝરાયેલી સમુદાયોમાં પ્રવેશવાનો અને નાગરિકો પર હુમલો કરવાનો છે ઘણી વખત તેઓ સફળ પણ થયા છે આ બધા જતા ખતરા નો સામનો કરવા માટે ઈઝરાયેલ એ પોતાના યાહલોમ સૈનિકોની સંખ્યા બમણી કરી દીધી છે યેહલોમ કોમ્બેટ એન્જિનિયિંગ કોર્પ્સનુ એક ચુનંદા કમાન્ડો યુનિટ છે.યહલોમ આ ટનલ શોધવા, સાફ કરવા અને નાશ કરવામાં નિષ્ણાંત છે યહલોમ્ યુનિટના કર્નલ યારોનના જણાવ્યા અનુસાર ટનલ સાથે યુદ્ધનો સૌથી મોટો પડકાર એ છે કે દુશ્મન જમીન ની ઉપર કોઈ નિશાન છોડતું નથી.

તેઓ idf સૈનિકોને નુકસાન પહોંચાડવા માટે તેમની ટનલના પાયાનો પણ નાશ કરે છે અયુક્તિઓનો ઉપયોગ વિયેતનામ યુદ્ધમાં કરવામાં આવ્યું હતું.Idf ગ્રાઉન્ડ અને એરફોર્સ સમયાંતરી સર્ચ અને એટેક ઓપરેશન કરે છે પરંતુ આ ટનલ નાગરિક માળખા અથવા તો ખુલ્લા વિસ્તારોમાં સારી રીતે છુપાયેલી છે જો કોઈ રંગ મળી આવે તો તેને તેનું માપ લઈ ઓબ્ઝર્વેશન કરીને પછી તોડી પાડવામાં આવે છે.

ઈઝરાયલનું કહેવું છે કે તે ગાઝામાં ભૂગર્ભ ટનલના નેટવર્કને નિશાન બનાવી રહ્યું છે. ઈઝરાયલી સેનાના પ્રવકત્તાના જણાવ્યા અનુસાર, ‘સામાન્ય લોકો ગાઝાના ઉપરના સ્તર પર રહે છે.જમીનની નીચેનું સ્તર હમાસ દ્વારા ઉપયોગમાં લૈવાય છે. અને અમે તો બીજા સ્તરને નિશાન બનાવી રહ્યા છીએ, જે ગાઝાના ભૂગર્ભમાં છે. જો કે તે એટલું સરળ નથી.2021માં સંઘર્ષ દરમિયાન ઈજરાયલના હુમલામાં  હમસાના ગાઝા રાહેરમાં ત્રણ રહેણાંક મકાનો ધરાશાયી થયા હતા અને ત્યાં 42 લોકોએ જીવ ગુમાવ્યા હતા.ત્યારે ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે તેમનું નિશાન અંડરગ્રાઉન્ડ ટનલ  હ્તી. ત્યારે અનેક સવાલો ઊભા થયા હતા.


whatsapp ad White Font big size 2 4 41KM લાંબા ગાઝામાં હમાસે કેવી રીતે તૈયાર કર્યો 500 કિલોમીટર લાંબી રહસ્યમય ટનલનો માર્ગ?


આ પણ વાંચો:જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત

આ પણ વાંચો:દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ

આ પણ વાંચો:કેશોદમાં પતિએ ત્રણ વખત તલાક કહીને પત્નીને આપ્યા છૂટાછેડા

આ પણ વાંચો:ગાયે બાળકનો પીછો કરી અડફેડે લીધો તો દાદી આવ્યા વચ્ચે અને….