Valsad/ 31st ને લઇને પોલીસ એલર્ટ મોડમાં, વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી પકડાઇ દારૂની બોટલ

વર્ષનાં છેલ્લા દિવસે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. 31st ને લઈ જિલ્લામાં મોટી સંખ્યામાં દારૂ આવતો હોય છે…

Gujarat Others
zzas 162 31st ને લઇને પોલીસ એલર્ટ મોડમાં, વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી પકડાઇ દારૂની બોટલ

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ

વર્ષનાં છેલ્લા દિવસે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. 31st ને લઈ જિલ્લામાં મોટી સંખ્યામાં દારૂ આવતો હોય છે, ત્યારે આ દારૂ અટકાવા માટે વલસાડ જિલ્લા એસ.પી. ડો.રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ વલસાડ સીટી પોલીસે ધરમપુર ચોકડી ખાતે સઘન વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.

zzas 163 31st ને લઇને પોલીસ એલર્ટ મોડમાં, વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી પકડાઇ દારૂની બોટલ

જેમાં વલસાડ શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકીંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવનાર 31 ડિસેમ્બરને લઈને વલસાડ શહેરમાં દારૂ પ્રવેશતો અટકાવવા માટે સીટી પોલીસે ધરમપુર ચોકડી ખાતે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

zzas 164 31st ને લઇને પોલીસ એલર્ટ મોડમાં, વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી પકડાઇ દારૂની બોટલ

જેમાં એક કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. તો અન્ય એક કારમાં સોશિયલ ડિસ્ટન્સ જોવા ન મળતા પોલીસ દ્વારા બંને કાર ચાલકોને સીટી પોલીસ સ્ટેશને લઈ જઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો