Gujarat/ રળોલ ગામે જૂથ અથડામણ : 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત

લીંબડી તાલુકાનાં રળોલ ગામે બે જૂથો વચ્ચે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટમાં મારામારી થતાં 10 જેટલા લોકોને ઇજા પહોંચી છે. આ બનાવ અંગત અદાવતનાં કારણે બન્યો હોવાનું પ્રાથમિક અનુમાન સેવામાં આવી રહ્યું છે…..

Gujarat Others
qaweds 21 રળોલ ગામે જૂથ અથડામણ : 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી તાલુકાનાં રળોલ ગામે બે જૂથો વચ્ચે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટમાં મારામારી થતાં 10 જેટલા લોકોને ઇજા પહોંચી છે. આ બનાવ અંગત અદાવતનાં કારણે બન્યો હોવાનું પ્રાથમિક અનુમાન સેવામાં આવી રહ્યું છે.

આ હુમલાનાં બનાવમાં ઘાતક હથિયારો સાથે હુમલો થતાં કાયદો વ્યવસ્થા સામે સવાલો પણ ઉઠી રહ્યા છે. આ બનાવમાં સામસામે હુમલો થતા બંને પક્ષે ઈજાઓ પહોંચી છે. જેમાં જીતેન્દ્રભાઈ રસિકભાઈ, જુબેદાબેન ઉસ્માનભાઈ, જેનુલ યાકુબભાઈ, હરબેન હુસેનભાઇ, રફીક ભાઈ એમદભાઈ, અશકાક ઉસ્માનભાઈ, નવસાદ ઉસ્માનભાઈ, એમદ માલાભાઈ, નબીભાઈ રમજાનભાઈ, ગીતાબેન મુકેશભાઈ ને ઈજાઓ પહોંચી છે. જ્યારે સામાપક્ષે જહાભાઈ ભગવાનભાઈ મીર, વિભાભાઈ નાગજીભાઈ મીર, દાનાભાઈ મોતીભાઈ સભાડ, હામાભાઈ મેલાભાઈ સભાડ, તેજાભાઈ ભગવાનભાઈ સભાડ ને પણ ઈજાઓ પહોંચી છે.

જ્યારે કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર ની જરૂર જણાતા તેઓને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસે અગમચેતીના ભાગરૂપે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેને ધ્યાને રાખી પાણશીણા પોલીસ અને લીંબડી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…