વડોદરા/ કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુ આંક વધ્યો, છેલ્લા 24 કલાકમાં 6નાં મોત

ડોદરામાં છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ 6 દર્દીઓ પૈકી 3 દર્દીઓએ વેક્સિન ન લીધી હતી. ત્યારે કોરોનાની ત્રીજી લહેરમાં સારવાર દરમિયાન કુલ મૃત્યુ આંક 103 પર પહોંચ્યો છે.

Top Stories Gujarat Vadodara
કોરોના

રાજ્યમાં કોરોનાનાં કેસ ભલે સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોય. પરંતુ મૃત્યુ આંકમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ 6 દર્દીઓ પૈકી 3 દર્દીઓએ વેક્સિન ન લીધી હતી. ત્યારે કોરોનાની ત્રીજી લહેરમાં સારવાર દરમિયાન કુલ મૃત્યુ આંક 103 પર પહોંચ્યો છે. જ્યારે કોરોના ડેથ ઓડિટ કમિટી દ્વારા ત્રીજી લહેરમાં સત્તાવાર મોતનો કુલ આંક 56 જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાનાં સતત ઘટી રહ્યા છે કેસ, આજે નોંધાયા નવા 67,597 કેસ

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો હવે વધીને 4 કરોડ 23 લાખ 39 હજાર 611 પર પહોંચી ગયો છે. એક દિવસમાં કોરોનાથી 1188 લોકોના મોત થયા છે.

કોરોનાનાં કેસમાં ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 67,597 દર્દીઓ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા ઓછા છે. ગઈ કાલે 83,876 નવા દર્દીઓ નોંધાયા હતા. એક દિવસમાં 1,80,456 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. રિકવર થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જે સારા સંકેત છે. જ્યારે એક્ટિવ કેસ ઘટી રહ્યા છે. હાલ દેશમાં 9,94,891 દર્દીઓ સારવાર હેઠળ છે.

કોરોનાથી મોતનો આંકડો વધ્યો
કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે પરંતુ મોતનો આંકડો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 1,188 લોકોનો ભોગ લીધો. ગઈ કાલે 895 દર્દીઓના મોત નોંધાયા હતા. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 5,02,874 થયો છે. હાલ દેશમાં કોરોનાથી ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટીને 5.02% થયો છે.

આ પણ વાંચો:તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે બંધારણ મામલે ટિપ્પણી કરતા ભાજપ રાજદ્રોહનો કેસ નોંધાવશે!

આ પણ વાંચો: દાઉદ સહિત ડી-કંપનીના 7 લોકો વિરુદ્વ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો,જાણો વિગત