Not Set/ ભુજ/ દેશલસરતળાવ નગરપાલિકાની બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ

સ્વાભાવિક રીતે તળાવમાં પાણી ભરેલું હોય છે પરંતુ ભુજમાં આવેલું દેશલસર તળાવ પાણીથી નહીં પરંતુ સમગ્ર તળાવ જળકુંભી વેલથી ભરાય ગયું છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા આ કોઈ તળાવ નહિ પણ ખેતર હોય તેવો ભાસ થાય છે. રાજાશાહી સમયના દેશલસર તળાવની હમેશા ઉપેક્ષા થતી રહી છે.  અગાઉ અહીં ગટરના પાણી ઠલવાતા હતા.  હવે સમગ્ર તળાવ વેલમાં […]

Gujarat Others
krishna 3 ભુજ/ દેશલસરતળાવ નગરપાલિકાની બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ

સ્વાભાવિક રીતે તળાવમાં પાણી ભરેલું હોય છે પરંતુ ભુજમાં આવેલું દેશલસર તળાવ પાણીથી નહીં પરંતુ સમગ્ર તળાવ જળકુંભી વેલથી ભરાય ગયું છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા આ કોઈ તળાવ નહિ પણ ખેતર હોય તેવો ભાસ થાય છે. રાજાશાહી સમયના દેશલસર તળાવની હમેશા ઉપેક્ષા થતી રહી છે.  અગાઉ અહીં ગટરના પાણી ઠલવાતા હતા.  હવે સમગ્ર તળાવ વેલમાં ફેરવાઈ ગયું છે. મહત્વનું છે કે જળકુંભી દૂર કરવા અનેકવાર સામાજીક કાર્યકરોએ રજૂઆત કરી છે, પરંતુ  સફાઇના અભાવે આજે તળાવનું જાણે નામો નિશાન ના રહ્યું હોય એવું લાગે છે.

ભુજના રાજાશાહી સમયના દેશલસર તળાવની નગરપાલિકા દ્વારા સંદતર ઉપેક્ષાના કારણે આજે તળાવ પાણીથી નહિ પરંતુ ઝેરી જળકુંભી વેલથી ભરાઈ ગયું છે આખું તળાવ વેલની ઝપેટમાં આવી જતા તળાવ નહિ પણ બગીચા જેવો માહોલ જોવા મળે છે. જો કે,રહી રહીને સુધરાઈને શાણપણ આવતા હવે સફાઈ માટે ઠેકો આપવામાં આવશે ..?

અજાણ્યો વ્યક્તિ તો આ તળાવને ખેતર પણ સમજી બેસે છે કોઈ અકસ્માતે પડી જાય તો તેને બહાર કાઢવો પણ મુશ્કેલ બને છે. ચાર દિવસ અગાઉ એક ભેંસ ખેતર સમજી તળાવમાં પડી ગઈ હતી. જેને મહામહેનતે બહાર કઢાઈ હતી.  સમગ્ર તળાવમાં પાણીનું નામો નિશાન જ નથી,  બસ જળકુંભી વેલ  દેખાય છે. નગરપાલિકા પણ માત્ર તાયફા કરે છે પણ કામગીરી કરતી નથી .

દેશલસર તળાવમાં અગાઉ ગટરના પાણી ઠલવાતા હવે ઝેરી વનસ્પતિ સમાન જળકુંભી વેલ ઉગી નીકળી છે જેને દૂર કરવી મહેનતભર્યું કામ છે અગાઉ અનેક રજૂઆતો થઈ પણ પાલિકાએ ધ્યાન આપ્યું નાં હતું. અંતે રજૂઆતોનો મારો થયા બાદ સુધરાઈ વિભાગ દ્વારા આ વેલ હટાવી તળાવની સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

સુત્રોનું માનીએ તો જળકુંભી વેલને જડમૂળથી દૂર કરાય તો જ તેનો નાશ થઈ શકે છે અન્યથા ફરી ઉગી આવવાની સંભાવના છે. પાલિકા પ્રમુખ લતાબેન સોલંકીએ જણાવ્યું કે,તળાવમાંથી જળકુભી વેલ દૂર કરી સફાઈ કરવામાં આવશે,  બાદમાં દવા છંટકાવ કરવામાં આવશે જો કે કામગીરીમાં લાંબો સમયગાળો વીતી જવાની સંભાવના છે

દેશલસર તળાવમાં અગાઉ ગટરના પાણી ઉલેચવા પેટે લાખોનો ખર્ચ કરાયો હવે જળકુભી વેલ દૂર કરાવા લાખોનો ખર્ચ થશે આ નાણાં પાલિકાની બેજવાબદારીના કારણે વેડફાવાના છે જે હકીકત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.