Mehsana news/ મહેસાણામાં મનરેગા યોજનામાં તપાસ કરતા બોગસ જોબકાર્ડનો થયો પર્દાફાશ

લોકપાલની તપાસ બાદ 90 હજાર રૂપિયા રિકવર કરવાનો આદેશ આપવામાં આવ્યો

Top Stories Gujarat

Mehsana News : મહેસાણામાં મનરેગા યોજનાની તપાસ થતા બોગસ જોબકાર્ડનો પર્દાફાશ થયો છે. મહેસાણાનાં પામોલમાં તપાસ કરતા આ ભાંડો ફૂટ્યો હતો. જેમાં આશાવર્કર અને VCE લાભાર્થી બની ગયા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી.  તે સિવાય  90 હજાર રૂપિયાનું બંનેએ વેતન લઈ લીધું હતું. લોકપાલની તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. બંને પાસેથી વેતન રિકવર કરવામાં આવ્યું છે.

મહેસાણાના પામોલમાં મનરેગા યોજનામાં બોગસ જોબકાર્ડ બનાવી 90 હજાર લઈ લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. આશા વર્કર અને વીસીઈ મનરેગા યોજનાનાં લાભાર્થી બની ગયા હતા. આશાબેન બાવા અને ચૌધરી હસમુખભાઈ નામનાં વ્યક્તિ ખોટા લાભાર્થી બની ગયા હોવાનો તપાસમા ખુલાસો થયો છે.

લોકપાલની તપાસ બાદ 90 હજાર રૂપિયા રિકવર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમજ બંને પાસેથી મનરેગા યોજનામાંથી લીધેલ 90 હજાર જેટલું વેતન રિકવર કરાયું છે. આશાબેન બાવાએ 2020 થી 2024 સુધી 4 વર્ષમાં કુલ રૂા. 40,175 રૂપિયા મેળવ્યા હતા. તેમજ હસમુખભાઈ ચૌધરીએ 2022 થી 2024 સુધી બે વર્ષ દરમ્યાન રૂા. 50,082 મેળવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં 111 કરોડની સાયબર છેતરપિંડી કરવા માટે આપ્યા 623 બેંક ખાતાઓ, ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો:સાયબર છેતરપિંડી કરનારાઓનો સામનો કરવા પોલીસ સજ્જ

આ પણ વાંચો:સાયબર છેતરપિંડીની વધુ એક ઘટના, એક જ ઝાટકે ગુમાવ્યા લાખ રૂપિયા