Surat News : હોળી મનાવવા વતનમાં જવા લોકો ભારે ઉત્સાહી હોય છે. પરંતુ રેલ્વેની અવ્યવસ્થાના અભાવે આ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હોળીના પર્વને હવે માત્ર 12 દિવસ બાકી છે અને સુરત શહેરમાં વસવાટ કરતા યુપી-બિહારના લાખો શ્રમિકો અને પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા તૈયારી કરી રહ્યા છે. આ જ કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે પરંતુ, મુશ્કેલી માત્ર ભીડની નથી.
સૌથી મોટી સમસ્યા વ્યવસ્થાના અભાવની છે. જે ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે સ્પષ્ટપણે જોવા મળી હતી.હોળી ઉજવવા પોતાના વતન જવા ઉત્સાહિત શ્રમિકો અને અન્ય મુસાફરો રાત્રિભર ટ્રેનની રાહ જુએ છે. લાંબી કતારમાં ઊભા રહે છે અને જ્યારે ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન આવે ત્યારે ભારે ભીડના કારણે અવ્યવસ્થા પણ સર્જાય છે.
મહત્વની વાત એ છે કે, સુરત રેલવે સ્ટેશન પર રી-ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી 100થી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે. ઉધના રેલવે સ્ટેશન પર પહેલાથી જ મર્યાદિત સુવિધાઓ છે. યાત્રીઓના જણાવ્યા મુજબ ત્યાં એડવાન્સ બુકિંગ કાઉન્ટર ઓછાં છે, પ્લેટફોર્મ પર પૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી. જ્યારે રેલવેને ખબર છે કે, હોળીના પર્વે હજારો શ્રમિકો વતન જવા નીકળશે ત્યારે શું આયોજન હતું? ભીડમાં શિસ્ત જાળવી શકાય એવું કોઈ આયોજન નથી.-
આ પહેલીવાર નથી કે ઉધના રેલવે સ્ટેશન પર આવી અવ્યવસ્થા જોવા મળી છે. ગયા વર્ષે પણ હોળી, દીપાવલી અને છઠપૂજાના સમયે મુસાફરોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી.
આ પણ વાંચો:સુરતમાં 111 કરોડની સાયબર છેતરપિંડી કરવા માટે આપ્યા 623 બેંક ખાતાઓ, ગેંગનો પર્દાફાશ
આ પણ વાંચો:સાયબર છેતરપિંડી કરનારાઓનો સામનો કરવા પોલીસ સજ્જ
આ પણ વાંચો:સાયબર છેતરપિંડીની વધુ એક ઘટના, એક જ ઝાટકે ગુમાવ્યા લાખ રૂપિયા
