Netherlands News/ 14 વર્ષ સુધી સત્તામાં રહ્યા, હાર્યા બાદ સાયકલ ચલાવી લીધી વિદાય આ દેશના PMએ,જુઓ

નેધરલેન્ડમાં 14 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહ્યાં બાદ માર્ક રટએ હેગ સ્થિત પોતાના કાર્યાલયમાંથી ખાસ અંદાજમાં વિદાય લીધી હતી.

World Trending

Netherlands News: નેધરલેન્ડમાં 14 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહ્યાં બાદ માર્ક રટએ હેગ સ્થિત પોતાના કાર્યાલયમાંથી ખાસ અંદાજમાં વિદાય લીધી હતી. 14 વર્ષના કાર્યકાળ બાદ રટએ પોતાના ઉત્તરાધિકારી ડિક સ્કૂફને સત્તા સોંપતી વખતે એક મિસાલ સ્થાપિત કરી હતી.

તેઓ સાયકલ પર સવાર થઈને પ્રધાનમંત્રી કાર્યાલયથી રવાના થયા હતા. રટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુલ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ડિક સ્કૂફને હસ્તાંતરણની સત્તાવાર વિધિ પૂરી કર્યાં બાદ સાયકલ પર પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી બહાર નિકળતા જોવા મળ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નેધરલેન્ડને 14 વર્ષમાં પ્રથમ વખત 2 જુલાઈના રોજ એક અલગ પ્રધાનમંત્રી સાથે જ નવી સરકાર મળી છે. કિંગ વેલેમ અલેક્ઝેન્ડરે ભૂતપૂર્વ ગુપ્તચર વડા ડિક સ્કૂફને નેધર્લેન્ડના નવા વડાપ્રધાન તરીકે શપથ અપાવ્યા. જોકે સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચા રેટની સાયકલ પર સવાર થઈ પ્રધાનમંત્રી કાર્યાલય છોડ્યું.

ભારતીય પોલીસ સેવાના ભૂતપૂર્વ અધિકારી કિરણ બેદીએ એક્સ પર લખ્યું 14 વર્ષ સુધી સત્તામાં રહ્યાં બાદ ભૂતપૂર્વ ડચ પ્રધાનમંત્રી માર્ક રેટે પોતાના ઉત્તરાધિકારી ડિક શૂપને સત્તાવાર રીતે સત્તા સોંપવાના સમારંભને પૂરો કર્યાં બાદ આ રીતે કાર્યાલય છોડ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકામાં રૂ. 8300 કરોડનું સ્કેમ, બે ભારતીયની સંડોવણી

આ પણ વાંચો: 12 હજાર ફૂટની ઊંચાઈએ બે એન્જિન બંધ થતાં વિમાન તૂટી પડતાં 90નાં મોત

આ પણ વાંચો: ઈરાનના નવા રાષ્ટ્રપતિ બનશે મસૂદ પેઝેશ્કિયન, કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને આપી કારમી હાર