સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે . જે અંતર્ગત જ એક વાંદરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આપણે ત્યાં કહેવત છે કે, “માં તે માં, બીજા બધા વગડાના વા” સામાન્ય રીતે માનવમાં જ નહિ પરંતુ પ્રાણીઓમા પણ આ લાગણી જોવા મળી રહી છે. આ વાંદરાના બચ્ચાની મસ્તી જોઈને તેની મા જે રીતે રિએક્ટ કરે છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનો વાંદરો મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. ક્યારેક તે પથ્થરની ટોચ પર બેસે છે તો ક્યારેક કૂદીને ઝાડની ડાળી પર લટકી જાય છે. પોતાના બાળકને આવું કરતા જોઈને માતાની પ્રતિક્રિયા જોવા જેવી છે. બાળકની મસ્તી જોઈને તે એટલી ખુશ થઈ જાય છે કે જાણે આખી દુનિયાની ખુશી મળી ગઈ હોય. આ ક્યુટ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
આ ક્યૂટ વીડિયો IFS સુશાંત નંદા Susanta Nanda IFS એ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 40 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને ચાર હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.
Love is not what you say.
Love is what you do ❤️Credit in the video. pic.twitter.com/BEeiyoa1HZ
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) November 5, 2021
