આજથી છઠના મહાપર્વનો પ્રારંભ થયો છે. છઠનો તહેવાર દીપાવલીના 6 દિવસ પછી કારતક મહિનાના છઠ્ઠા દિવસે ઉજવવામાં આવે છે. ચાર દિવસ સુધી ઉજવાતા આ તહેવારના પહેલા દિવસે સ્નાન અને ભોજન કરવાની પરંપરા છે. રાજધાની દિલ્હીમાં પણ છઠનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, પરંતુ યમુના નદીના છઠ ઘાટ પર ઝેરી ફીણ જોવા મળ્યાં છે. ત્યારે ઝેરી ફીણમાં પણ ભક્તો છઠની પૂજા કરી સ્નાન કરતા જોવા મળ્યાં છે. જોકે, કોરોનાને કારણે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ યમુના નદીના કિનારે છઠની પૂજા ની મંજૂરી આપી નથી.

કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના નદીમાં ઝેરી ફીણ તરી રહ્યું છે. આ ફીણની વચ્ચે ભક્તો સ્નાન કરી રહ્યા છે. યમુના નદીમાં એમોનિયાનું સ્તર વધ્યું છે, જેના કારણે અહીં ફીણ ઊભું થયું છે. એમોનિયા સ્તર વધવાને કારણે પાણી પુરવઠો પણ ખોરવાઈ રહ્યો છે. યમુનામાં ફીણ વચ્ચે સ્નાન કરતી તસવીરો સામે આવ્યા બાદ રાજકારણ પણ ગરમાયું છે.
બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વીટ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘેર્યા છે અને લખ્યું છે કે, દિલ્હીમાં છઠ પૂજા કરી રહેલા ભક્તોને ઝેરી યમુનામાં ડૂબકી મારવાની ફરજ પડી રહી છે. દિલ્હીમાં મોટી સંખ્યામાં લોકો છઠની ઉજવણી કરે છે અને આ ધાર્મિક વિધિઓનું પાલન કરનારાઓને સુવિધાઓ પ્રદાન કરવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કેજરીવાલ સરકાર માટે શરમજનક પરિસ્થિતિ છે. દિલ્હીમાં પ્રદુષણ ઘટાડવાના બદલે તેમણે વધારો કર્યો છે.
Devotees performing Chhat Puja in Delhi are forced to take a dip in toxic Yamuna. Large number of people celebrate Chhat in Delhi and this shows his commitment towards providing facilities to those who observe the rituals. This is what Arvind Kejriwal has reduced Delhi to. Shame. pic.twitter.com/pLX669isGp
— Amit Malviya (@amitmalviya) November 8, 2021
ભાજપ સાંસદ મનોજ તિવારીએ પણ કેજરીવાલ સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે આ જ કારણોસર યમુના કિનારે છઠ પૂજા મનાવવા પર પ્રતિબંધ કર્યો છે. તેઓ આ પરિસ્થિતિને પ્રયત્ક્ષ રીતે જોવા માટે ઘાટ પર પહોંચ્યા હતા અને તેમણે કેજરીવાલ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને લખ્યું હતું કે, કેજરીવાલ સરકાર લોકોના જીવન સાથે ખેલ ખેલી રહી છે. જેમની પાસે યમુના નદી છે અને 65 જેટલા ધારાસભ્યો પણ દિલ્હીએ આપ્યા છે અને આજે આ ઝેરી પ્રદુષણ આપી રહ્યા છો ? આ દ્રશ્ય દિલ્હીના દરેક નાગરિકને શરમાવે તેવું છે. આ માત્ર આસ્થા સાથે નહિ પરંતુ લોકોના જીવન સાથે પણ કેજરીવાલ સરકારે રમત રમી છે.
क्या हाल कर दिया आप ने दिल्ली का,
ये आज की यमुना नदी की तस्वीरें काफ़ी चिंताजनक हैं और ये तस्वीरें बयान करती हैं कि दिल्ली के मुख्यमंत्री ने पूर्वांचलीयों की आस्था के पर्व छठ पूजा को यमुना नदी के तट पर मनाने से रोक क्यों लगाई,पोल जो खुल जाती…पहुँच रहा हूँ इस घाट पर सच्चाई दिखाने pic.twitter.com/tvGKfoVoK3— Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) November 8, 2021
જનસેવા સમિતિના અધ્યક્ષ સુરજ ચૌહાણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, છઠ મહાપર્વને લઇ સતપુલા પાર્ક શેખ સરાય-એકમાં તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ત્યાં કાર્યકર્તાઓ દ્વારા સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવી રહ્યું છે. જોકે મંજૂરી મોડી મળતા તૈયારીમાં વિલંબ થયો છે. છેલ્લા 12 વર્ષથી છઠ પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં હજારો શ્રદ્ધાળુઓ સામેલ થઇ રહ્યા છે અને તેની સંપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી છે. અમે દરેક શ્રદ્ધાળુઓને અપીલ કરીએ છીએ કે તે કોરોના-ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરે.
આ પણ વાંચો :
ગુજરાત / રાજ્યમાં રહેણાંક સોસાયટી માટે નવી CCTV પોલિસી અમલી બનશે
Technology / વોટ્સએપ પર અજાણ્યા નંબરથી આવે છે ગુડ મોર્નિંગ મેસેજ, તો સાવધાન
Technology / ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વોટ્સએપ વેબ ચાલી શકશે, આ રીતે કરો કનેક્ટ
ધાર્મિક / જો ઘરમાં ઉંદરો હોય તો ધનની સાથે બુદ્ધિનો પણ વિનાશ થઈ શકે છે !
ધર્મ વિશેષ / શું તમે જાણો છો કે શા માટે મંદિરમાં પ્રતિમાની આસપાસ પ્રદક્ષિણા ફરીએ છીએ?
