National News/ રશિયન તેલ પર ટ્રમ્પનું અલ્ટીમેટમ! દિલ્હીમાં અમેરિકી રાજદૂત બોલ્યા. ‘કોઈ પણ દેશ રશિયા પાસેથી તેલ ન ખરીદે’

અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે દિલ્હીમાં જણાવ્યું કે પ્રમુખ ટ્રમ્પ ઈચ્છે છે કે કોઈ પણ દેશ રશિયન તેલ (Russian Oil) ન ખરીદે. ટૂંક સમયમાં માર્કો રુબિયો ભારતની મુલાકાત લેશે.

Top Stories NATIONAL India
Russian Oil India US Trade Deal

Russian Oil India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની ‘ટ્રેડ ડીલ’ બાદ હવે રશિયન તેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં તૈનાત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરએ સ્પષ્ટ કર્યું છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે માત્ર ભારત જ નહીં, પણ દુનિયાનો કોઈ પણ દેશ રશિયા પાસેથી તેલ ન ખરીદે.

Russian Oil: શું ઈચ્છે છે ડોનાલ્ડ ટ્રમ્પ?

રાજધાની દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા સર્જિયો ગોરે જણાવ્યું હતું કે, રશિયન તેલ અંગે પ્રમુખ ટ્રમ્પનું વલણ અત્યંત સ્પષ્ટ છે. અમેરિકા નથી ઈચ્છતું કે કોઈ પણ દેશ રશિયન તેલ ખરીદીને યુદ્ધને પ્રોત્સાહન આપે. ટ્રમ્પ ઈચ્છે છે કે યુક્રેન યુદ્ધ તાત્કાલિક અટકે અને તે ક્ષેત્રમાં શાંતિ સ્થપાય. નોંધનીય છે કે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલની જાહેરાત વખતે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. આ મુદ્દે રાજદૂતે ઉમેર્યું કે, “તેલને લઈને બંને દેશો વચ્ચે એગ્રીમેન્ટ થયો છે, જોકે નેતાઓ વચ્ચે થયેલી ખાનગી વાતચીતની વિગતો જાહેર ન કરી શકાય.”

Russian Oil India US Trade Deal

વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારત આવશે

ભારત અને અમેરિકાના સંબંધો આગામી સમયમાં નવા સ્તરે પહોંચશે. રાજદૂત ગોરે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો આગામી થોડા મહિનામાં ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સત્તાવાર રીતે હસ્તાક્ષર (Sign) થવાની પૂરેપૂરી સંભાવના છે.

QUAD અને AI ક્ષેત્રે સહયોગ

સર્જિયો ગોરે ‘AI ઇમ્પેક્ટ સમિટ’ દરમિયાન QUAD (ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા) ને સભ્ય દેશો વચ્ચેના સહયોગ માટે અત્યંત મહત્વનું જૂથ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા હવે માત્ર ભાગીદારો નથી, પરંતુ ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રે એકબીજાના પૂરક બની રહ્યા છે.


આ પણ વાંચો:  ભારતીય બ્રાહ્મણો રશિયન તેલમાંથી નફો કમાઈ રહ્યા છે : ટ્રમ્પના સલાહકાર નાવારા

આ પણ વાંચો:  ફિનલેન્ડના થિંક ટેન્કે રશિયન તેલ ખરીદીમાં US અને પશ્ચિમના બેવડા ધોરણોનો કટાક્ષ કર્યો!

આ પણ વાંચો:  ટ્રમ્પે ભારત પર 25% લાદ્યો વધારાનો ટેરિફ, રશિયન તેલ ખરીદી પર નારાજગીમાં લેવાયો નિર્ણય