Not Set/ રાજકીય/ પૂર્વ PM ડૉ. સિંહ દ્વારા મોદી સરકાર પર તિખા પ્રહાર સાથે આપાઇ ચેતવણી

ન બોલવા માટે બદનામ થયેલા અથવા તો ન બોલવા બદલ વારંવાર આલોચનાનો ભોગ બનેલા પૂર્વ વડાપ્રધાન આજકાલ આક્રમક મુડમાં જોવામાં આવી રહ્યા છે. જેમને ભાજપ સહિતનાં વિરોધપક્ષએ સૌથી વધુ કશું ન બોલવા માટે બદનામ કર્યા હતા અને આજે પૂર્વ વડા પ્રધાન દ્વારા પોતાનાં બોલથી સરકારને પણ મુશ્કેલી પડી રહી હોવાનો ક્યાસ જોવા મળી રહ્યો છે. […]

Top Stories India

ન બોલવા માટે બદનામ થયેલા અથવા તો ન બોલવા બદલ વારંવાર આલોચનાનો ભોગ બનેલા પૂર્વ વડાપ્રધાન આજકાલ આક્રમક મુડમાં જોવામાં આવી રહ્યા છે. જેમને ભાજપ સહિતનાં વિરોધપક્ષએ સૌથી વધુ કશું ન બોલવા માટે બદનામ કર્યા હતા અને આજે પૂર્વ વડા પ્રધાન દ્વારા પોતાનાં બોલથી સરકારને પણ મુશ્કેલી પડી રહી હોવાનો ક્યાસ જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે પૂર્વ PM ડૉ.સિંહની ગણના સારા અર્થશાસ્ત્રી તરીકે થાય છે અને ભારતમાં હાલ પ્રવર્તમાન આર્થિક અફરાતફરી મામલે પૂર્વ PM વિશેષ રીતે કેન્દ્ર સરકાર પર વાર કરી રહ્યા છે.

ફરી પૂર્વ PM ડૉ. સિંહ દ્વારા  PM મોદી સરકારને ‘રાજકીય બદલા’ માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી હતી. પૂર્વ PMએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને મોદી સરકાર હેઠળ વધુ સત્તાઓ મળી છે અને તેને(ED)એ આ સત્તાનો ન્યાયથી ઉપયોગ કરવો જોઇએ.

આપને જણાવી દઇએ કે પૂર્વ PMની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે તેમના પૂર્વ કેબિનેટ સાથી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલામાં 2 કલાક પૂછપરછ પછી ઘરપકડ કરવામાં આવી હતી, તો આજે તેમની સામે ચાર્જસીટ પણ દાખલ કરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.