રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ હજુ યથાવત જોવામાં આવી રહ્યો છે. ઠંડીનાં કહેર સાથે અપર-લો-ડેન્સીટી સાથેનો પવન ઠંડકમાં વધારો કરતો જોવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં ઠંડીના ચમકારા વચ્ચે હંમેશની માફક આજે પણ નલિયા ગુજરાતમાં સૌથી ઠંડુગાર જોવામાં આવ્યું. નલિયાનું તાપમાન 6.3 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.
વાત કરવાામાં આવે ગુજરાતનાં અન્ય મહાનગરોની તો છેલ્લા ઘણા દિવસથી ઠંડીનો ચમકારો તમામ શહેરોમાં યથાવત જોવામાં આવી રહ્યો છે. પવન સાથેની ઠંડીથી મહાનગરોમાં દિવસભર ઠંડીનો અનુભવ થાય છે. હવામાન ખાતા દ્વારા આપવામાં આવતી જાણકારી મુજબ આ સપ્તાહમાં પણ ઠંડીમાં વધારો થઇ શકે છે. અમદાવામાં લઘુત્તમ 11.2 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું, તો રાજકોટમાં લઘુત્તમ 10.3 ડિગ્રી, વડોદરામાં લઘુત્તમ 12.2 ડિગ્રી અને સુરતમાં 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
