Rajkot News/ 9મીએ દેશમાં શ્રમિક સંગઠનોની હડતાલ : રાજકોટની 12 બેંકના 2200 કર્મચારીઓ હડતાલમાં જોડાશે, અનેક ટ્રાન્ઝેકશન અટકી પડશે

બેન્કમાં થતી ઓફલાઈન કામગીરી જેવી કે ચેક કલિયરિંગ, કેશ પેમેન્ટ અને ફોરેન એક્સચેન્જના ટ્રાન્ઝેકશન અટકી પડશે

Gujarat Rajkot

Rajkot News : 9 જુલાઈ, 2025ના રોજ  કેન્દ્ર સરકારની કામદારો વિરોધી, જનવિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓના વિરોધરૂપે દેશની તમામ મુખ્ય કેન્દ્રીય શ્રમિક સંગઠનનો સંયુક્ત મંચ દ્વારા સમગ્ર દેશમાં હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીયકૃત બેન્કો પણ જોડાવવાની છે. દેશની રાષ્ટ્રીયકૃત બેંકોમાં 1 લાખ જેટલા કર્મચારીઓની જગ્યા ખાલી છે. જે જગ્યા ઉપર તાત્કાલિક ભરતી કરવામાં આવે અને બેંકની શાખાઓ વધારવામાં આવે એવી માંગ છે. રાજકોટની 12 બેંકના 2200 કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે જેનાથી બેન્કમાં થતી ઓફલાઈન કામગીરી જેવી કે ચેક કલિયરિંગ, કેશ પેમેન્ટ અને ફોરેન એક્સચેન્જના ટ્રાન્ઝેકશન અટકી પડશે.

કોર્પોરેટ સમર્થક નીતિઓના વિરોધરૂપે આ હડતાળનું આયોજન કરાયું

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના મંત્રી જે. જે. ધોળકિયાના જણાવ્યા પ્રમાણે દેશની તમામ મુખ્ય કેન્દ્રીય શ્રમિક સંગઠનનો સંયુક્ત મંચ દ્વારા 9 જુલાઈ, 2025ના રોજ સમગ્ર દેશમાં હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની કામદારો વિરોધી, જનવિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓના વિરોધરૂપે આ હડતાળનું આયોજન કરાયું છે. બેંકોમાં પર્યાપ્ત માત્રામાં ભરતી કરવી રાષ્ટ્રીયકૃત બેન્કોની શાખાઓની સંખ્યામા વધારો, બેંકોના વ્યાપાર વધે છે અને દરેક બેંકના નફામાં પ્રતિવર્ષ વૃદ્ધિ થાય છે. બેંકો ઉપર સરકારી યોજનાઓનો અમલ કરવાનું પણ દબાણ છે. આની સામે કર્મચારીઓની સંખ્યા વધવાને બદલે ઘટતી જાય છે.

ગુજરાતના 10,000 બેંક કર્મચારીઓ અધિકારીઓ આ હડતાલમાં જોડાશે

તેની સામે ખાનગી બેંકોમા ઓછી શાખાઓ હોવા છતાં કર્મચારીઓની સંખ્યા વધતી જાય છે. બેંકોનું ખાનગીકરણ નહીં કરવું અને બેંકોમાં સરકારી હિસ્સાનું વિનિવેષ નહીં કરવાની પણ માંગ છે તેમજ ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાની પણ માંગ છે. સારી સેવાઓ પૂરી પાડવા બેંકોમા ક્લાર્ક/પટ્ટાવાળાની ભરતી અત્યંત જરૂરી છે. LIC અને વીમા ક્ષેત્રે સીધા મૂડીરોકાણની 100 ટકા છૂટ આપવાનો વિરોધ કરીએ છીએ. 4 સામાન્ય વીમા કંપનીને એક કરવાની માંગ છે. ખાનગી વીમા કંપનીને પ્રોત્સાહન આપવાની સરકારની માંગનો વિરોધ કરીએ છીએ. ગુજરાતના લગભગ 10,000 બેંક કર્મચારીઓ અધિકારીઓ આ હડતાલમાં જોડાશે.

મુખ્ય માંગણીઓઃ

કામદારોના હિતો સામે આવેલા ચાર શ્રમ કાયદાઓને પાછા ખેંચવા અને પૂર્વવત શ્રમ કાયદાઓ સાથે મજબૂત સુરક્ષા પૂરી પાડવી
આવશ્યક વસ્તુઓની ઊંચી કિંમતો નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં અનિવાર્ય છે.
બધા કામદારો માટે દર મહિને રૂ. 26,000ની લઘુતમ વેતન સુનિશ્ચિત કરવું અને 10,000 પ્રતિમાસ સંગઠીત અને બિનસંગઠીત કરારી કામદારો/ કર્મચારીઓ અને ખેત કામદારો સામાજિક સુરક્ષાનો લાભ.અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સર્વવ્યાપી સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી

ઇલેક્ટ્રોનિક્સ, શિક્ષણ, તબીબી, રેલ્વે, ડિકેન્સ, જેવી પબ્લિક સેવાઓ વગેરે રાષ્ટ્રીય સંપત્તિના ખાનગીકરણ પર રોક લગાવવી અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું સંરક્ષણ.
બધા માટે નોકરીની સુરક્ષાની ખાતરી
મનરેગામા 200 દિવસ કામ અને 600 દૈનિક વેતન અને બાકી વેતનની ચૂકવણી
સરકારના વિભાગોમાં ખાલી પડેલા તમામ પદોને તાત્કાલિક ભરવા યુવાનોમાં વધી રહેલી બેરોજગારી સામે ત્વરિત અને મજબૂત કાર્યવાહી કરવી. જાહેરક્ષેત્ર માં વધતી જતી આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવી.

આ હડતાલમાં INTUC, AITUC, CITU, HMS, AIUTUC, TUCC, SEWA, LPF, UTUC સહિત તમામ મુખ્ય શ્રમિક સંઘટનો અને વિવિધ ક્ષેત્રની સ્વતંત્ર ફેડરેશનો જોડાવાના છે.

હડતાલમાં જોડાનાર ક્ષેત્રો:

ઉદ્યોગ, ખનિજ, પરિવહન, બેન્કો, વીમા, ટેલિકોમ, વીજળી, આરોગ્ય, શિક્ષણ તેમજ આંગણવાડી, આશા અને મધ્યાહન ભોજન યોજનાઓ જેવી સેવામાં જોડાયેલા કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાવાની શકયતા છે. તમામ કામદારો, ખેડૂત સંગઠનો, બેંક કર્મચારીઓ, અધિકારીઓ, વગેરે હડતાળને સમર્થન આપવા અને ભારતીય કામદારોના હિત માટેના આ સંગઠિત સંઘર્ષમાં જોડાવાની અપીલ કરવામાં આવી છે. આ હડતાલને કારણે લોકોને થોડી મુશ્કેલી થશે પરંતુ, સરકારની અવળી આર્થિક નીતિ અને કામદાર કર્મચારીઓના કાયદા માલિક તરફી ઘડવા સામે આ હડતાલ છે તે સામાન્ય વર્ગને આવનાર દિવસોમાં જરૂર સ્પર્શશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કંડલા બંદર પર કેમિકલ ટેન્કર જહાજમાં થયો વિસ્ફોટ, 21 ક્રૂ મેમ્બર સવાર હતા

આ પણ વાંચો:સાણંદના મોડાસરમાં ઇલેક્ટ્રિક થાંભલામાં ધડાકા: ગામ આખું અંધકારમય બન્યું

આ પણ વાંચો:બોરસદના ખેડૂત પુત્રનો CA ફાઈનલમાં ઓલ ઈન્ડિયા 9મો રેન્ક :સુરતના શુભમને 13મો રેન્ક, ઈન્ટરમીડિએટમાં તન્મય જૈનનો ચોથો રેન્ક; ફાઈનલનું 18.75 ટકા રિઝલ્ટ