Ahmedabad News/ અસલાલીમાં દારૂના જથ્થા સાથે 17.33 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે ચાર ફરાર આરોપીઓની શોધ હાથ ધરી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય પોલીસની અસલાલી પોલીસને માહિતી મળી હતી કે કાસીન્દ્રા ગામની સીમ તાજપુરથી વિસલપુર જતી નાની કેનાલ પર દારૂનું કટીંગ ચાલી રહ્યું છે. જેને આધારે પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરતા રૂ. 10,33,492 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે સિવાય પોલીસે બે વાહનો પણ કબજે કર્યા હતા. જેમાં એક કાર નંબરપ્લેટ વગરની હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે દારૂ અને બે વાહનો મળીને કુલ રૂ. 17,33,492 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ કેસમાં ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. જેમાં રાજેન્દ્રસિંહ ઉર્ફે ભોલો દિલીપસિંહ પરમાર, મહિન્દ્રા બોલેરો અને સેવરોલેટ કારના બે માલિક સહિત ચાર શખ્સોનો સમાવેશ થાય છે. આ કામગીરી અસલાલી પોલીસ સ્ટેશનના પીઆી એન.એચ.સનસેટા, પીએસઆઈ એચ.જે.મુછાળા અને તેમની ટીમે બજાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોગથી થતા મૃત્યુના મામલામાં કોરોના પછી આવ્યો TB, WHOએ એક ડરામણો રિપોર્ટ જાહેર કર્યો

આ પણ વાંચો:ભારતમાં પણ MPox વાયરસના ઘાતક વેરિઅન્ટ ક્લેડ 1Bની પુષ્ટિ, WHOએ જાહેર કરી છે કટોકટી

આ પણ વાંચો:WHO એ મંજૂર કરી Mpoxની પ્રથમ રસી, જે 82 ટકા અસરકારક