Not Set/ ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરીએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

સુરત, સુરતના પાંડેસરા વિસ્તારનાં કર્મયોગી નગર 3માં રહેતી કિશોરીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ હતું. ધોરણ 10 અભ્યાસ કરતી આ કિશોરીએ કયા કારણોસર આત્મહત્યા કરી તેનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી નંબર 3 સોસાયટીમાં ડિમ્પલ ચૌરસીયા પરિવાર સાથે રહે છે. […]

Top Stories Surat

સુરત,

સુરતના પાંડેસરા વિસ્તારનાં કર્મયોગી નગર 3માં રહેતી કિશોરીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ હતું. ધોરણ 10 અભ્યાસ કરતી આ કિશોરીએ કયા કારણોસર આત્મહત્યા કરી તેનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી નંબર 3 સોસાયટીમાં ડિમ્પલ ચૌરસીયા પરિવાર સાથે રહે છે.

ડિમ્પલની ઉંમર આશરે 16થી 17 વર્ષની છે. તેણીની ક્રિષ્નરાજ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. ડિમ્પલે કોઇ કારણોસર બુધવારે મોડી રાત્રે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસે સ્થળ ઉપર પહોંચીને પ્રાથમિક તપાસ હાથધરી છે. જોકે, ડિમ્પલની આત્મહત્યા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ બાદ જ તેની આત્મહત્યાનું કારણ જાણવા મળશે.