Delhi/ ઈરાને જ કરાવ્યો હતો દિલ્હી સ્થિત ઈઝરાયલી દૂતાવાસની બહાર બ્લાસ્ટ, આ માટે ભારતીયોનો જ કર્યો ઉપયોગ

નવી દિલ્હી સ્થિત ઈઝરાયલી દૂતાવાસની બહાર જાન્યુઆરીના અંતમાં થયેલા બ્લાસ્ટની પાછળ ઈરાનનો હાથ હતો. ઇઝરાયેલથી પોતાની દુશ્મની કાઢવા માટે ઈરાને મોટી ચાલાકીથી ભારતના લોકલ મોડ્યૂલનો સહારો લીધો હતો. ઈઝરાયલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટની તપાસમાં જોડાયેલા એનઆઈએ અને ઈઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદને મળેલા પુરાવાના આધાર પર આ જાણકારી મળી છે. ઈરાનની કુદ્સ ફોર્સે આ વિસ્ફોટ કરાવ્યો […]

Top Stories India

નવી દિલ્હી સ્થિત ઈઝરાયલી દૂતાવાસની બહાર જાન્યુઆરીના અંતમાં થયેલા બ્લાસ્ટની પાછળ ઈરાનનો હાથ હતો. ઇઝરાયેલથી પોતાની દુશ્મની કાઢવા માટે ઈરાને મોટી ચાલાકીથી ભારતના લોકલ મોડ્યૂલનો સહારો લીધો હતો. ઈઝરાયલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટની તપાસમાં જોડાયેલા એનઆઈએ અને ઈઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદને મળેલા પુરાવાના આધાર પર આ જાણકારી મળી છે.

ઈરાનની કુદ્સ ફોર્સે આ વિસ્ફોટ કરાવ્યો

ઈઝરાયલી દૂતાવાસની બહાર બોમ્બ બ્લાસ્ટની તપાસ કરતી એજન્સીઓને એક પત્ર મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતુ કે આ હુમલો 2 ઈરાની નાગરિકોની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે.  આ માટે તપાસ એજન્સીએ બોમ્બ વિસ્ફોટની તપાસમાં અનેક એંગલોને તપાસ્યા છે. આનાથી ખુલાસો થયો કે ઈરાનની કુદ્સ ફોર્સે આ વિસ્ફોટ કરાવ્યો હતો.

એક ન્યૂઝ પેપરના રિપોર્ટ મુજબ ઈઝરાયલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટની પાછળ ઈરાન કુદ્સ ફોર્સનો હાથ હતો. પરંતુ આ બોમ્બ એક સ્થાનીય ભારતીય શિયા મોડ્યૂલે પ્લાન્ટ કર્યો હતો. એટલું જ નહીં જાણી જોઈને એવા પુરાવા છોડવામાં આવ્યા જેનાથી આ હુમલા પાછળ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)નો હાથ લાગે. આ યોજના હેઠળ દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટ બાદ એક અજાણ્યા સંગઠન જૈશ ઉલ હિંદે આની જવાબદારી લીધી હતી. જો કે હવે આતંક વિરોધી એજન્સી હવે ખરાઈ કરી ચૂકી છે કે આ હુમલો ઈરાનની કુદ્સ ફોર્સે ઈઝરાઈલની વિરુદ્ધ કર્યો હતો.

રિમોટ કન્ટ્રોલ વાળા ડિવાઈસથી વિસ્ફોટ

ઓળખ છતી  ન કરવાની શરતે એક તપાસ અધિકારીએ જણાવ્યું કે બોમ્બ વધારે તીવ્રતા વાળો નહોતો. ન તો આનું લક્ષ્ય લોકોને નુકસાન પહોંચાડવાનું હતુ. એટલા માટે બની શકે છે કે ઈરાન કદાચ ભારતની સાથેના સંબંધો તણાવપૂર્ણ કરવા ન ઈચ્છતુ હોય, પરંતુ સંદેશ સ્પષ્ટ હતો કે સંકટ પણ અસલી હતુ. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 29 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની બહાર ઓછી તીવ્રતાવાળો વિસ્ફોટ થયો હતો.