મોદીની ઈચ્છા અને શાહની શક્તિ એટલે સરકારની રાજકીય ઈચ્છાશક્તિ
PM મોદીની ઈચ્છા અને શાહની શક્તિ એટલે કે મોદી સરકારની રાજકીય ઈચ્છાશક્તિનાં પરિણામે આજ દિવસ સુધી અશક્ય લાગતું કામ પણ શક્ય બની ગયું છે. અને જમ્મુ – કાશ્મીર હવે વિશેષ રાજ્ય નહીં ગણાય તેવી વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે. PM મોદીનું સપ્ન સાકાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શાહ દ્વારા જમ્મુ-કાશ્મીરનાં બે ભાગ એટલે કે જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ, જેમાં જમ્મુ-કાશ્મીરને વિધાનસભા સાથેનાં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અને લદ્દાખને વિધાનસભા વગરનો અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની દરખાસ્ત ભારતનાં મહામહિમને કરવામાં આવી હતી. ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલી આ દરખાસ્ત પર મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરીની મોહર મારતાની સાથે જ કાશ્મીરમાંથી કલમ 370 અને 35 – Aને હટાવી લોઇ છે અને જમ્મુ કાશ્મીરને ઉપલ્બધ એવો વિશેષ રાજ્યનો દરજ્જો હટી ગયો છે. હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બનેં ભારતનાં બેં કેન્દ્રશાસીત પ્રદેશ બની ગયા છે.

દેશની આઝાદીમાં પણ બે ગુજરાતી – કાશ્મીરની આઝાદીમાં પણ બે ગુજરાતી
આદાઝી સમયથી લટકતો આ પ્રશ્નને PM મોદી અને ભાજપ સરકારનાં પોલીટીકલ વિલને કારણે દેશનાં સરેસાર નાગરીકની ઇચ્છા પ્રમાણે સુલજાવવો શક્ય બન્યો છે, ત્યારે કહી શકાય કે ફરી એક વખત ભારત સહિત કાશ્મીરને આઝાદ કરાવી એક ભારતની નિર્માણ બે ગુજરાતીઓ દ્વારા કરવામા આવ્યંં હતું તે જ રીતે, તે સમયે કોઇને કોઇ કારણે લટકતા રહેલા અને વર્ષોથી ભારતમાં માથાનો દુ:ખોવા રહેલા કાશ્મીર પ્રશ્નને અને જમ્મુ-કાશ્મીરને આજે ખરી રીતે આઝાદી અપાવનારા પણ બે ગુજરાતી છે.

PM મોદીએ સંકલ્પપત્રમાં આપેલ વચન પૂર્ણ કર્યું
PM મોદી અને અમિતભાઈ શાહે લોકસભા ચૂંટણીમાં પોતાના સંકલ્પપત્રમાં જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 અને 35 -Aને હટાવવાનું વચન આપ્યું હતું. ભારત પ્રજાસત્તાક દેશ બન્યો ત્યારથી લઈ આજ સુધી પ્રત્યેક ભારતીયની ઈચ્છા હતી. જમ્મુ-કાશ્મીરમાં હંગામી ધોરણે લગાવેલી કલમ 370 અને 35 – A દૂર કરવામાં આવે. PM મોદીનું તો ત્રીસ-ચાલીસ વર્ષથી એ સપનું હતું કે જમ્મુ-કાશ્મીર ખરા અર્થમાં ભારતનો ભાગ બને. ભારતનાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરોડો દેશવાસીઓ સહિત PM નરેન્દ્રભાઈ મોદીનાં જમ્મુ-કાશ્મીર સંલગ્ન સપનાને સાકાર કરતા, આજે ઐતિહાસિક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેનાથી આજથી ભારતનો નકશો બદલાઈ જવા પામ્યો છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35 – Aને દૂર કરી નાખી છે. જેને રાષ્ટ્રપતિશ્રીએ પણ મંજૂરી આપી છે. PM મોદીનાં નેતૃત્વવાળી ભારત સરકારે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યો છે, અને લદાખને કાશ્મીરથી અલગ પાડ્યું છે. અને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું છે.

આર્ટિકલ 370ની માત્ર એક જ કલમ લાગૂ રહેશે
પૂર્વે મોદી-શાહની જોડી જ્યારે ગુજરાતમાં સાથે કામ કરી ત્યારે પણ અનેક ક્રાંતિકારી નિર્ણયો લઇ બતાવ્યા હતા. અને માટે જ ગુજરાત વિશ્વ માટે એક અલગ છાપ ઘરાવતો પ્રાંંત બન્યો અને આજે પણ મોદી-શાહની જોડીવાળી ભાજપ સરકારે જમ્મુ કાશ્મીરના બે ટુકડા કર્યા છે. પરંતુ આ સાથે જ ભારતનો નકશો વધુ મજબૂત બન્યો છે. જમ્મુ કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો દૂર કરવા માટેની ભલામણ કરવામાં આવી છે. નવા બિલ મુજબ જમ્મુ કાશ્મીરથી લદાખને અલગ કરવામાં આવ્યું છે અને બંને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. આર્ટિકલ 370ની માત્ર એક જ કલમ લાગૂ રહેશે, તે સિવાયની તમામ કલમ જમ્મુ-કાશ્મીરમાંથી હટાવી દેવાઈ છે. PM મોદી અને અમિતભાઈ શાહનાં આ નિર્ણયથી દેશના રાજકારણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. લદ્દાખ, હવે જમ્મુ-કાશ્મીરનો ભાગ નહી રહે. જમ્મુ કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ બનશે અને સાથે લદાખ પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. આથી જમ્મુ-કાશ્મીર ખરા અર્થમાં ધરતી પરનું સ્વર્ગ બનશે.

જમ્મુ-કાશ્મીર હવે સ્પેશિયલ સ્ટેટ નહીં ગણાય
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની શક્તિનું સંયોજન થઈ ભાજપ સરકારની ઈચ્છાશક્તિનાં પરિણામે આજે અશક્ય વાત શક્ય બની ગઈ છે. જમ્મુ-કાશ્મીર હવે સ્પેશિયલ સ્ટેટ એટલે કે વિશેષ રાજ્ય નહીં ગણાય, તેનો વિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ થઈ ગયો છે. આમ, આજે 1947 બાદ ભારતનું એક રાજ્ય ફરી એક વખત સ્વતંત્ર થયું છે એમ કહી શકાય. અને ભારત બાદ આજે કાશ્મીરને સ્વતંત્ર કરાવનાર પણ બંને ગુજરાતીઓ જ છે એ બાબતનું વિશેષ ગૌરવ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
