આજે દેશમાં કોરોનાની બીજી લહેર મોતનું તાંડવ ચલાવી રહી છે. ત્યારે સમગ્ર દેશમાંથી એવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે કે જે સાંભળ્યા બાદ તમને માનવતા રહી હોવા પર પણ શંકા જાગશે. જી હા, એવા ઘણા સમાચાર આપણે આ દિવસો ઘણીવાર સાંભળ્યા છે, જેમા વધુ એક ઉમેરો થયો છે.
બેકાબુ કોરોના / ભારતમાં કોરોનાની સ્થિતિને લઇને WHO ચિંતિત, સૌમ્યા સ્વામીનાથને કહ્યુ- કોવિડ-19 નાં સાંચા આંકડા બતાવવા જરૂરી
આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ચરમસીમાએ છે. આ ભયાનક મહામારી માનવ આરોગ્ય તેમજ પરસ્પર સંબંધો અને માનવતા પર ભારે અસર કરી રહી છે. અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કે જેમા આ વાયરસથી પીડિતા દર્દીને તેના જ પોતાના પ્રિયજનોનો સાથ મળી રહ્યો નથી. આ જ ક્રમમાં કોલકાતાથી માનવતાને પણ શરમાવે તેવો મામલો સામે આવ્યો છે. જણાવી દઇએ કે, કોલકતામાં એક બાળક કોરોનાથી સંક્રમિત થયુ હતુ તો તેના પિતા તેની સારવાર કરવાની જગ્યાએ તેને રેલ્વે સ્ટેશન પર મરવા માટે છોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલકાતાના સીયાલદહ રેલ્વે સ્ટેશન પર 13 વર્ષીય બાળક રડતુ જોવા મળ્યુ હતું. તેની પાસે કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ પણ હતો. પોલીસે તેનો બચાવ કર્યો અને તેને ચાઇલ્ડ લાઇનને સોંપ્યું હતુ.
વિશ્લેષણ / દેશનો સૌથી જૂનો પક્ષ જાે બે વર્ષથી ઈનચાર્જ અધ્યક્ષથી ગાડુ ગબડાવે તો પછી ભવ્ય ભૂતકાળ ધરાવતો આ પક્ષ ભવિષ્યમાં ઈતિહાસ બની શકે છે
થોડા કલાકોની તપાસ બાદ તપાસ ટીમે તેના ઘરને શોધી કાઠ્યું અને બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યું. આ ક્ષણે, બાળકની સ્થિતિ સ્થિર છે. અધિકારીઓએ કહ્યું છે કે જ્યારે બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે પિતા ગભરાઈ ગયા હતા. જે પછી બાળકનં પિતા તેના બાળકને લાવારીસ હાલતમાં છોડીને ભાગી ગયા હતા. મળી રહેલી માહિતી અનુસાર, હાલમાં બાળક તેના ઘરે અને તબિયત પણ સ્થિર છે.

