Gujarat News/ આ તારીખો નોંધી લેજો! અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની ચેતવણી!

હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની ચેતવણી આપી છે

Top Stories Gujarat

Gujarat News : ગુજરાતમાં ફરી એકવાર કુદરતનો કોપ વરસવાનો છે. ગુજરાતના વાતાવરણમાં અરબ સાગરની ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે મોટો ફેરફાર લાવી શકે છે. અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ફરી ચોંકાવનારી આગાહી કરી છે. ઓક્ટોબર જ નહીં નવેમ્બરમાં પણ મેઘરાજા મુશળધાર વરસે તેવી સંભાવના છે.ગુજરાત પર ફરી એકવાર આફતના વાદળો મંડરાઈ રહ્યા છે. હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની ચેતવણી આપી છે.

આજથી 30 ઓક્ટોબર સુધી અને નવેમ્બરમાં પણ વરસાદનું સંકટ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે. અરબ સાગરમાં સક્રિય થયેલી ડિપ ડિપ્રેશન સિસ્ટમને કારણે ગુજરાતનું વાતાવરણ પલટાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ગાંધીનગર અને અમદાવાદમાં 26 અને 27 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી છે. 6 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

26, 27એ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 6 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા. અરબી સમુદ્રમાં સિસ્ટમની હિલચાલને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પરંતુ સૌથી મોટી ચિંતા ખેડૂતોની છે, જેમનો તૈયાર પાક હવે માવઠાના ભરડામાં આવી શકે છે.

દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખાસ કરીને ડાંગરના પાકને બચાવવા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. હાઇવે પર પાક સૂકવવાથી લઈને જિનિંગ મિલોમાં લાંબી લાઇનો સુધી, ખેડૂતો સમય સામે ઝઝૂમી રહ્યા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 8 નવેમ્બર બાદ પણ વરસાદનું જોખમ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં વિફરેલી ગાયે ઢોર શાખાના કર્મીને જ અડફટે લીધો

આ પણ વાંચો:પાટીલની જેમ નિમણૂંક બાદ જગદીશ વિશ્વકર્માનો વડોદરામાં જ પહેલો રોડ શો

આ પણ વાંચો:વડોદરાના કોટણા ગામમાં કોઝવે પર બાઇક તણાયુ, દંપતીનો બચાવ, બે પુત્રો હજી પણ