Not Set/ દિલ્લી યુનીવર્સીટીના રીટાયર્ડ પ્રોફેસરની SUV કારે કચડ્યા ૮ લોકોને, ૧ નું મોત

રાજધાની દિલ્લીમાં અકસ્માતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રસ્તા પર એક SUV કારે ૯ લોકોને કચડ્યા હતા.જેમાંથી એક છોકરીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. આ અકસ્માત બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યે થયો હતો. અકસ્માતમાં SUV કારે રસ્તા પર એક રીક્ષા, એક બાઈક, એક સાઇકલ અને રસ્તા પર ચાલી રહેલા લોકોને ટક્કર મારી હતી. કેબ ડ્રાઈવર […]

Top Stories India Trending
CCC દિલ્લી યુનીવર્સીટીના રીટાયર્ડ પ્રોફેસરની SUV કારે કચડ્યા ૮ લોકોને, ૧ નું મોત

રાજધાની દિલ્લીમાં અકસ્માતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રસ્તા પર એક SUV કારે ૯ લોકોને કચડ્યા હતા.જેમાંથી એક છોકરીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે.

આ અકસ્માત બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યે થયો હતો. અકસ્માતમાં SUV કારે રસ્તા પર એક રીક્ષા, એક બાઈક, એક સાઇકલ અને રસ્તા પર ચાલી રહેલા લોકોને ટક્કર મારી હતી. કેબ ડ્રાઈવર દ્વારા આ ગાડીને રોકવામાં સફળતા મળી હતી.

આ અકસ્માતમાં રસ્તા પર ચાલી રહેલી ૧૬ વર્ષીય સીમાનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે . સીમા પોતાની બહેન સાથે કામ કરીને ઘર તરફ જઈ રહી હતી તે દરમ્યાન આ ગાડીએ આવીને તેને કચડી દીધી હતી.

બાકીના આઠ લોકોને ગંભીર ઈજા પહોચી છે જેમને નજીકના હોસ્પીટલમાં સારવાર અર્થે દખલ કરવામાં આવ્યા છે. આઠ ઘાયલ વ્યક્તિમાં એક વ્યક્તિની હાલત ઘણી નાજુક છે તેવું સુત્રો દ્વારા જાણવામાં મળ્યું છે.

તો બીજી તરફ SUV કારના  ચાલક ને પણ ગંભીર ઈજા પહોચી છે હાલ તેઓ આઈસીયુમાં છે. આરોપીની ઓળખાણ દિલ્હી યુનીવર્સીટીના રીટાયર્ડ પ્રોફેસર કેકે ભરિયા તરીકે થઇ છે.

૬૫ વર્ષીય પ્રોફેસર સાંજના સમયે ફિઝીયોથેરાપી કરાવીને ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન તેમની ગાડીમાં બ્રેક ફેઈલ થઇ ગઈ હતી. કારમાં બ્રેક ફેઈલ થવાને લીધે આ ઘટના બની હતી.

પોલીસે હાલ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસ એ જાણવાના પણ પ્રયત્નો કરી રહી છે કે ગાડીની બ્રેક ફેઈલ થઇ હતી કે ગાડીની સ્પીડ વધારે હોવાને લીધે આ અકસ્માત થયો છે.