ગાંધીનગર/ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે તૈયાર કરાયા ‘‘ઓપન મોટ’

વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ‘‘ઓપન મોટ’’ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે.

Gujarat Others Trending
ઓપન મોટ’

‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ઓપન મોટ પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ‘‘ઓપન મોટ’’ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે. આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. એટલુ જ નહિ મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આ આવાસોની અંદર તથા બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ આપવામાં આવ્યો છે. તા.૨૪ ઓગસ્ટે આ નવનિર્મિત આવાસોનું વન મંત્રી ગણપતભાઇ વસાવા તથા વન રાજ્યમંત્રી રમણભાઇ પાટકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.

રાજ્યના ગૌરવ સમા એશિયાઈ સિંહ, ભારતીય વાઘ તથા દીપડા જેવા બિડાલકુળના વન્યપ્રાણીઓ માટે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણીસંગ્રહાલયમાં રાજ્યના વનવિભાગના સહયોગથી તાજેતરમાં વન્યજીવોના અદ્યતન આવાસોનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે. નવનિર્મિત આવાસોમાં મુલાકાતીઓ તમામ વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકશે. જેનો લાભ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે આવનાર દેશ-વિદેશના પર્યટકો તથા ગાંધીનગરની પ્રકૃતિપ્રેમી જનતાને થશે.

વન અને પર્યાવરણ વિભાગ હેઠળના ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણીસંગ્રહાલયમાં સસ્તન, સરિસૃપ અને વિહંગ કુળના અલગ અલગ પ્રકારના વન્યપ્રાણીઓ-પક્ષીઓ રાખવામાં આવેલા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેના ડાયનાસોર અને ફોસીલ પાર્ક, અર્થ સેક્શનના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારના છોડ, ક્ષુપ, વેલા અને વનસ્પતિઓ ધરાવતો વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલો બોટનીકલ ગાર્ડન પણ છે. જેનું કેક્ટસ ગાર્ડન એક અનેરૂ આકર્ષણ ધરાવે છે. પ્રતિ વર્ષ ૬(છ) લાખ જેટલા મુલાકાતીઓ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેતા હોય છે.

આ આવાસોને તેમાં વસવાટ કરનાર વન્યજીવોની રોજીંદી જરૂરીયાતોને અનુરૂપ ડિઝાઈન કરવામાં આવી છે. વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. આ આવાસો પૈકી એશિયાઈ સિંહ તથા ભારતીય વાઘના આવાસો આધુનિક ઓપન મોટ પ્રકારના હોવાથી મુલાકાતીઓ વન્યજીવોને કોઈપણ પ્રકારના અવરોધ વિના તેઓના કુદરતી વાતાવરણમાં વિહરતા નિહાળવાનો અવસર પ્રાપ્ત થશે. નવનિર્મિત આવાસોમાં વન્યજીવોને ખોરાક, પાણી, સારવાર તથા તમામ ઋતુઓમાં રક્ષણ પ્રદાન કરવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

 અનુપમાની પુત્રી પાખી વાસ્તવિક જીવનમાં કાવ્યા કરતાં લાગે છે વધુ સુંદર અને સેક્સી, જુઓ તસવીરો

પ્રતિબંધ / ફેસબુક બાદ યુટ્યુબ અને વોટ્સએપએ મુક્યો તાલીબાન પર પ્રતિબંધ

વપરાશકર્તાઓ ચહેરાના હાવભાવ સાથે મોબાઇલને કરી શકશે ઓપરેટ

હેકરને તે જ કંપનીમાં નોકરી મળી જ્યાંથી ક્રિપ્ટોકરન્સી ચોરાઈ હતી

ટ્વિટરની ભેટ / હવે તમે ઈ-મેલ અને એપલ આઈડીથી લોગીન કરી શકશો, પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી