જઘન્ય હત્યા/ દિલ્હી સાક્ષી મર્ડર કેસના આરોપી સાહિલની ધરપકડ, યુપીના બુલંદશહેરમાંથી પોલીસે ઝડપ્યો

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની સાક્ષીની સાહિલે છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Top Stories India
Untitled 106 7 દિલ્હી સાક્ષી મર્ડર કેસના આરોપી સાહિલની ધરપકડ, યુપીના બુલંદશહેરમાંથી પોલીસે ઝડપ્યો

દિલ્હી પોલીસે સાક્ષી હત્યા કેસના આરોપી સાહિલની ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ધરપકડ કરી છે. સાહિલ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં સાક્ષી નામની સગીર છોકરીને ચાકુ અને પથ્થર વડે હુમલો કરીને ફરાર થઈ ગયો હતો.

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની સાક્ષીની સાહિલે છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આરોપીનો સાક્ષી સાથે ઝઘડો થયો હતો. આ તકરારમાં રાક્ષસ બની ગયેલા સાહિને સાક્ષી પર છરી અને પથ્થર વડે હુમલો કર્યો હતો.

ચિંતા અને આશ્ચર્યની વાત એ છે કે સાહિલ શેરીમાં એક સગીરાને છરી વડે હુમલો કરી રહ્યો હતો અને કોઈ દરમિયાનગીરી કરવા આવ્યું ન હતું. બીજી તરફ સગીરાને ઇજા પહોંચાડ્યા બાદ આરોપી સ્થળ પરથી આરામથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.

sakshi murder accused sakshi દિલ્હી સાક્ષી મર્ડર કેસના આરોપી સાહિલની ધરપકડ, યુપીના બુલંદશહેરમાંથી પોલીસે ઝડપ્યો

આ જઘન્ય હત્યા અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે સાક્ષી અને સાહિલ રિલેશનશિપમાં હતા. આગલા દિવસે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં સાહિલે સાક્ષીને મારવાનું મન બનાવી લીધું હતું.

વાસ્તવમાં, આ વાતની પુષ્ટિ એ હકીકતથી થાય છે કે સાહિલ તેની સાથે છરી લઈ ગયો હતો અને તેણે હુમલો કરતી વખતે સાક્ષીને બચવાની કોઈ તક પણ આપી ન હતી.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે સાક્ષી પર હુમલો કરી રહેલા સાહિલને એક યુવક રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ આરોપી એટલો ગુસ્સે ભરાયો હતો કે તેણે યુવકનો પીછો કર્યો હતો.

આ પણ વાંચો:પાયલટ-ગેહલોત વચ્ચે બધુ ઠીક થશે? હાઈકમાન્ડ અપનાવશે આ ફોર્મ્યુલા

આ પણ વાંચો: નવી સંસદના ઉદ્ઘાટનના દિવસે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘમાસાન,નેહરુ અને મોદીની સરખામણી પર ટ્વિટર વોર

આ પણ વાંચો:શક્તિ પ્રદર્શનની તૈયારીમાં નીતિશ કુમાર, 12 જૂને પટનામાં વિપક્ષી પાર્ટીઓની મોટી બેઠક યોજાશે

આ પણ વાંચો: કુસ્તીબાજોની ધરપકડથી નીરજ ચોપરાનું દર્દ છલકાયું, ટ્વિટ કરીને કરી આ વાત..

આ પણ વાંચો:બાંદ્રા-વર્સોવા સી-લિંક ‘વીર સાવરકર સેતુ’ તરીકે ઓળખાશે, CM શિંદેએ કરી મોટી જાહેરાત