Not Set/ બનાસકાંઠા તીડ તાંડવ/ પરિસ્થિતિ 95 ટકા નિયંત્રણમાં, દવાના છંટકાવને કારણે ટોળું ફંટાઇને રાજસ્થાન રવાના

ગુજરાતના સરહદી જીલ્લા એવા બનાસકાંઠામાં ખેડૂત તીડ ના અતિક્રમણ થી ભારે પરેશાનીનો સામનો કરી રહ્યો છે. સરકાર સમક્ષ વારંવારની રજુઆતોને પગલે સરકાર ઊંઘમાંથી જાગી ણે ખેડૂતની વહારે આવી છે. અને તીડ નિયંત્રણ માટે બીડું ઝડપ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સરકર દ્વારા તીડ નિયંત્રણ માટે કામગીરી કરવામાં આવી રહી છે.  જુદી જુદી ટીમો બનાવી ણે જુદા […]

Gujarat Others
caa 2 બનાસકાંઠા તીડ તાંડવ/ પરિસ્થિતિ 95 ટકા નિયંત્રણમાં, દવાના છંટકાવને કારણે ટોળું ફંટાઇને રાજસ્થાન રવાના

ગુજરાતના સરહદી જીલ્લા એવા બનાસકાંઠામાં ખેડૂત તીડ ના અતિક્રમણ થી ભારે પરેશાનીનો સામનો કરી રહ્યો છે. સરકાર સમક્ષ વારંવારની રજુઆતોને પગલે સરકાર ઊંઘમાંથી જાગી ણે ખેડૂતની વહારે આવી છે. અને તીડ નિયંત્રણ માટે બીડું ઝડપ્યું છે.

છેલ્લા ત્રણ દિવસથી સરકર દ્વારા તીડ નિયંત્રણ માટે કામગીરી કરવામાં આવી રહી છે.  જુદી જુદી ટીમો બનાવી ણે જુદા જુદા વિસ્તારોમાં સ્થાનિકોની મદદથી દવા છંટકાવનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. તીડ પર તંત્રએ 95 ટકા નિયંત્રણ મેળવી લીધું છે. જેમાં ૧૦૦ જેટલા ટ્રેકટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ધાનેરામાં તીડ પર હજુપણ દવા છંટકાવની કામગીરી ચાલુ છે. તો થરાદમાં એક હેક્ટરમાં અંદાજે 4 લાખ જેટલા તીડ જોવા મળ્યા હતા. તો ડીસામાં હજુ પણ તીડ નું તાંડવ જોવા મળી રહ્યું છે.

તીડ કઇ દિશામાં જઇ રહ્યા છે તેનો સર્વે કરવા માટે પણ 33 ટીમો કામે લગાડવામાં આવી છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવના જણાવ્યા અનુસાર ખેતરમાં પાણીના ફૂવારા ચાલું રખાય તો પાક ઉપર તીડ બેસતા નથી, તેથી આ પ્રકારનો પ્રયોગ કરવા માટે આ વિસ્તારના ગામોમાં દિવસે વીજ પુરવઠો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પવનની દિશાના આધારે તીડ હવે પાકિસ્તાનના બલુચિસ્તાન તરફ રવાના થાય તેવી શક્યતા છે. દવાના છંટકાવને કારણે તીડનું એક ટોળું ફંટાઇને રાજસ્થાન તરફ ગયું છે જ્યારે અડધું ટોળું વાઘાસણ, મિયાલ અને આસપાસના ત્રણ હજાર હેક્ટરમાં જોવા મળ્યું હતું.

તીડ સંક્રમિત ગામોમાં બનાસકાંઠા જિલ્લાના 13 તાલુકાના 114 ગામો, મહેસાણાના 5, પાટણના 4, સાબરકાંઠાના એક ગામનો સમાવેશ થાય છે. તેમાય બનાસકાંઠામાં તીડની સંખ્યા સૌથી વધુ જોવા મળી છે. આ તમામ વિસ્તારોમાં હાલમાં તીડની હાજરીનું સતત ટ્રેકીંગ કરવામાં આવે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.