જામનગર નજીક રિલાયન્સ મોલમાં મોડી સાંજે અચાનક આગ ફાટી નીકળી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. જોકે, બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવી રહી છે.આગની જવાળા ચોમેર જોવા મળી હતી. હાલ ફાયર ટીમ ભારે જહેમત ઉઠાવીને આગને ઓલવવાનું કામ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના મોટી ખાવડી પાસે આવેલ રિલાયન્સ મોલમાં ગુરૂવારે મોડી સાંજે એકાએક આગ લાગી છે. આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી રહી છે. જોકે, આગ લગાવવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.