Not Set/ #INDvsAUS: સિડનીમાં કાળી પટ્ટી બાંધીને ઉતર્યા બંને ટીમના ખેલાડીઓ, જાણો શું કારણ

સિડની, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટની શ્રેણીની અંતિમ મેચ સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ચોથી ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ ટેસ્ટ મેચ દરમિયાન ભારત અને યજમાન કાંગારું ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને ઉતર્યા છે. As a mark of respect to the demise of […]

Trending Sports
Dv8bRh0VYAELvAK #INDvsAUS: સિડનીમાં કાળી પટ્ટી બાંધીને ઉતર્યા બંને ટીમના ખેલાડીઓ, જાણો શું કારણ

સિડની,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટની શ્રેણીની અંતિમ મેચ સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ચોથી ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

જો કે આ ટેસ્ટ મેચ દરમિયાન ભારત અને યજમાન કાંગારું ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને ઉતર્યા છે.

હકીકતમાં, ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના નાનપણના કોચ રમાકાંત આચરેકરના નિધનના સન્માનમાં ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધી છે.

વર્લ્ડ ક્રિકેટમાં ડોન બ્રેડમેન બાદ મહાન ક્રિકેટરમાંના એક સચિન તેંડુલકરથી પ્રતિભાને પારખવાનો શ્રેય આચરેકરને જાય છે અને તેઓનું બુધવાર સાંજે મુંબઈમાં ૮૭ વર્ષની વયે નિધન થયું હતું.

જયારે ઓસ્ટ્રેલિયાઈ ટીમ પૂર્વ ટેસ્ટ ક્રિકેટર બિલ વોટસનના નિધનના સન્માનમાં બ્લેક આર્મબેન્ડ બાંધીને ઉતરી છે. બિલ વોટસનનું ૨૯ ડિસેમ્બરના રોજ ૮૭ વર્ષની ઉંમરે નિધન થયું હતું.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ  બોર્ડ (BCCI)એ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ભારતીય ટીમ રમાકાંત આચરેકરના સન્માનમાં કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે.