ચેન્નઈ,
છેલ્લા કેટલાક સમયથી દેશમાં મહિલાઓ વિરુધ અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓમાં નોધપાત્ર વધારો થયો છે, ત્યારે હવે તમિલનાડુમાં એક મહિલા IPS અધિકારીએ પોતાના વરિષ્ઠ અધિકારી પર યૌન શોષણ કરતા હોવાના આરોપો લગાવ્યા છે.
ચેન્નઈમાં આ મહિલા અધિકારી હાલમાં SP (પોલીસ અધીક્ષક)ના પદ પર છે અને તેઓએ પોતાના જે વરિષ્ઠ અધિકારી પર આરોપો લગાવ્યા છે તેઓ આરોપી IPS IG (ઇન્સ્પેકટર જનરલ)ના પદ પર તૈનાત છે. જો કે આ ફરિયાદ સામે આવ્યા બાદ પ્રદેશ સરકાર દ્વારા આ મામલે તપાસ કમિટી પણ ગઠિત કરવામાં આવી છે.
મહિલા SPએ પોલીસના ઉચ્ચ અધિકારી પર આરોપ લગાવતા કહ્યું, “IG મને ગળે મળવવા માટેનો મૌકો શોધતા હતા. ઘણીવાર તેઓએ મને જબરદસ્તીથી ગળે લગાવી હતી. તેઓ મને ખોટી રીતે સ્પર્શ કરતા હતા. જયારે હું તેનો વિરોધ કરતી હતી ત્યારે તેઓ મને બીજા ઈરાદાઓ દ્વારા હેરાન કરવા લાગ્યા હતા”.
IG ૭ મહિનાથી કરી રહ્યા છે હેરાન : પીડિત મહિલા SP
મહિલા SPનો આરોપ છે કે, “IG તેઓને છેલ્લા સાત મહિનાથી પરેશાન કરી રહ્યા છે. તેઓ મોડી રાત્રે ફોન કરતા હતા અને આપત્તિજનક મેસેજ મોકલતા હતા. જયારે IG તેઓને નજીક બોલાવતા હતા ત્યારે મોબાઈલમાં પોર્નોગ્રાફી વીડિયો ચલાવતા હતા”.
આ ઉપરાંત મહિલા સ્પે આરોપો લગાવતા વધુમાં કહ્યું, “આઈજી મને ધમકી આપી હતી કે, તેઓની વાત નહિ માની તો તેઓ મારા ACR (એન્યુઅલ કોન્ફિડેન્સલ રિપોર્ટ) ખરાબ કરી દેશે, જેથી મારી કારકિર્દી ખરાબ થઇ જશે”
વરિષ્ઠ અધિકારીઓ કરશે આ મામાલની તપાસ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “મહિલા IPS દ્વારા કરાયેલી ફરિયાદ હાલમાં ગઠિત કરાયેલી પ્રદેશ પોલીસની કમિટીને આપવામાં આવી છે. સાથે સાથે DGP ટી કે રાજેદ્રને ADGP સીમા અગ્રવાલ, એસયુ અરુણાચલમ અને DIG થેમોઝીની એક કમિટી બનાવીને તેની તપાસ સોપવામાં આવી છે.
DGPએ જણાવ્યું હતું કે, “રિટાયર્ડ ASP સરસ્વતી અને ડીજીપી ઓફિસમાં વહીવટી અધિકારી રમેશ પણ આ તપાસ કમિટીનો ભાગ હશે.