Not Set/ પાણી બચાવવા સંકલ્પ, તો બીજી બાજુ ઈંઘણનો વેડફાટ, ફન સ્ટ્રીટના કાર્યક્રમ દરમિયાન ૧ કલાક સુધી મેયરની ગાડી ચાલુ રખાઈ

વડોદરા, શહેરના અકોટા- દાંડિયા બજાર બ્રિજ પર પાણી બચાવોના સંકલ્પ સાથે રવિવારે ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ચાલી રહેલા જળ સંકટને જોતા પાણી બચાવવાના સંકલ્પ કરવાનો હતો. આ કાર્યક્રમમાં શહેરના મેયર ભરત ડાંગર, VMCના સ્થાયી સમિતિના ચેરમેન જીગીશાબેન શેઠ, મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ સહિતના […]

Gujarat
હ્શ્હસ્સ પાણી બચાવવા સંકલ્પ, તો બીજી બાજુ ઈંઘણનો વેડફાટ, ફન સ્ટ્રીટના કાર્યક્રમ દરમિયાન ૧ કલાક સુધી મેયરની ગાડી ચાલુ રખાઈ

વડોદરા,

શહેરના અકોટા- દાંડિયા બજાર બ્રિજ પર પાણી બચાવોના સંકલ્પ સાથે રવિવારે ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ચાલી રહેલા જળ સંકટને જોતા પાણી બચાવવાના સંકલ્પ કરવાનો હતો.

FB IMG 1525603233126 પાણી બચાવવા સંકલ્પ, તો બીજી બાજુ ઈંઘણનો વેડફાટ, ફન સ્ટ્રીટના કાર્યક્રમ દરમિયાન ૧ કલાક સુધી મેયરની ગાડી ચાલુ રખાઈ

આ કાર્યક્રમમાં શહેરના મેયર ભરત ડાંગર, VMCના સ્થાયી સમિતિના ચેરમેન જીગીશાબેન શેઠ, મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત હજારોની સંખ્યામાં કલાનગરીના શહેરીજનો પણ હાજર રહ્યા હતા. પરંતુ આ દરમિયાન સામાન્ય જનતાના પૈસાનો ખુલ્લેઆમ વેડફાટ કરાયા હોવાની માહિતી સામે આવી છે તે જાણીને તમે પણ નવાઈ પરમાડી શકો છો.

FB IMG 1525603240219 પાણી બચાવવા સંકલ્પ, તો બીજી બાજુ ઈંઘણનો વેડફાટ, ફન સ્ટ્રીટના કાર્યક્રમ દરમિયાન ૧ કલાક સુધી મેયરની ગાડી ચાલુ રખાઈ

આ કાર્યક્રમમાં મેયર ભરત ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વાવા ફન સ્ટ્રીટમાં હાજર શહેરીજનો પાાસે પાણી બચાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. પરંતુ આ એક કલાકના સમગ્ર કાર્યક્રમ દરમિયાન મેયર જે સરકારી ગાડીમાં આવ્યા હતા તે ગાડી આખા કાર્યક્રમ દરમિયાન ચાલુ રાખવામાં આવી હતી અને એક કલાક સુધી ઇંધણનો બેફામ વેડફાટ કરવામાં આવ્યો હતો.

તેથી કેહેવામાં આવ્યું કે, એક બાજુ પાણી બચાવવા માટે સંકલ્પ, તો બીજી બાજુ ઈંઘણનું વેડફવાટ

જયારે આ મામલે મેયરને પુછવામાં આવ્યું ત્યારે તેઓએ ઉડાવ જવાબ આપતા જણાવ્યું, “આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે અને સાથે સાથે આ રીતે બિન જરૂરી સરકારી ગાડી ચાલુ રાખવી અયોગ્ય ગણાવ્યું હતું”.

ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, આગ ઉગલતા ઉનાળાની ગરમીમાં પોતાની સરકારી ગાડીનું તાપમાન જળવાઈ રહે તે માટે કારને બિન ઉપયોગી ચાલુ રાખીને સરકારી બાબુઓ આરામદાયક સવારીની મોજ માની રહ્યા છે. પરંતુ આ કેટલું યોગ્ય છે.

એક બાજુ જણાવવામાં આવે છે કે, સેવાસદનમાં નાણાની ખૂબ અછત છે અને તિજોરીના તળિયા બતાવવામાં આવે છે, ત્યારે આ જ પ્રકારે શહેરની સામાન્ય જનતાના પૈસાનો દૂરપયોગ અને ભ્રષ્ટાચારથી કલાનગરી કેવી રીતે સ્માર્ટ સીટી બનશે તે પણ હવે મોટો પ્રશ્ન છે.