Not Set/ આ શ્રાવણમાં જીવ અને શિવનાં મિલનમાં વિલન બની રહશે કોરોના, જામ ટ્રસ્ટે કર્યો આવો કપરો નિર્ણય ​​​​​​​

  થોડા દિવસમાં શવિ મહિમ શ્રાવણ માસ શરુ થઇ જવા જઇ રહ્યો છે. પરંપરા અને રીતીરીવાજ પ્રમાણે શ્રાવણ માસમાં શિવ ભક્તો પોતાના આરાધ્ય દેવાધી દેવ મહાદેવને મનાવવા અને તેમની પૂજા-ભક્તિ કરવા માટે થનગની રહ્યા છે. બીજી તરફ કોરોના પોતાનો કાળમુખી સકંજો ગુજરાત પર અને હાલ સૌરાષ્ટ્ર અને તેમા પણ સૌરાષ્ટ્રનાં મહાનગરો પર કસી રહ્યો છે. […]

Gujarat Others
adc93aba5a9b3dd83f3e2d77a5599509 આ શ્રાવણમાં જીવ અને શિવનાં મિલનમાં વિલન બની રહશે કોરોના, જામ ટ્રસ્ટે કર્યો આવો કપરો નિર્ણય ​​​​​​​
 

થોડા દિવસમાં શવિ મહિમ શ્રાવણ માસ શરુ થઇ જવા જઇ રહ્યો છે. પરંપરા અને રીતીરીવાજ પ્રમાણે શ્રાવણ માસમાં શિવ ભક્તો પોતાના આરાધ્ય દેવાધી દેવ મહાદેવને મનાવવા અને તેમની પૂજા-ભક્તિ કરવા માટે થનગની રહ્યા છે. બીજી તરફ કોરોના પોતાનો કાળમુખી સકંજો ગુજરાત પર અને હાલ સૌરાષ્ટ્ર અને તેમા પણ સૌરાષ્ટ્રનાં મહાનગરો પર કસી રહ્યો છે. તમામ હકીકતો અને સાપ્રાંત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જામનગરમાં જામ મર્યાદા ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. 

જી હા, આ શ્રાવણમાં શિવાલયમાં જળાભિષેક નહીં થાય. શિવ ભક્તોને પોતાના આરાધ્યની આરાધનામાં મુશ્કેલી પડશે અને શિવથી જીવની નજીકતા ધટશે. જામ મર્યાદા ટ્રસ્ટનાં મંદિરોમાં શ્રાવણ માસમાં કોરોના સંક્રમણનાં કારણે આવો મોટો નિર્ણય લેવા માટે મજબૂર બન્યા હોવાની વિગતો સામે આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા શિવાલયમાં જળાભિષેક અટકાવવા નિર્ણય કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે લોકો પોતાનાંં આરાધ્યને થાળ પણ ધરી શકાશે નહીં. આ વખતે ભક્તોએ માત્ર દર્શનથી મન મનાવવુ પડશે. પ્રજાની સુખાકારીને ધ્યાનમાં રાખેને જામ મર્યાદા ટ્રસ્ટ અને જામનગના રાજવી જામસાહેબજી દ્વારા આ મહત્વ નિર્ણય લેવામાં આવ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews