viramgam/ નળકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં રાજસ્થાની લુહારીયા પરિવારો ખેતી ઓજાર બનવવા કામે લાગ્યા

નવીન મહેતા – પ્રતિનિધિ, ડુમાણા

Gujarat Others
Rajasthani blacksmith families in Nalkantha rural area engaged making agricultural implements નળકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં રાજસ્થાની લુહારીયા પરિવારો ખેતી ઓજાર બનવવા કામે લાગ્યા

વિરમગામ તાલુકાનું નળકાંઠા ગ્રામ્ય વિસ્તારએ ખેતી વિસ્તાર સાથે સંકળાયેલો છે. દર વર્ષે હજારો હેક્ટર જમીન પર ઘઉં ડાંગર એરંડા કપાસ જીરુ સહિતના પાકોની વાવણી કરવામાં આવે છે. ખેતીમાં વપરાતા ખેત ઓજારો જેવા કે પાવડી ધારીયા, શોરીયા, કુહાડી વગેરે લોખંડના સાધનોને રીપેરીંગ તેમજ નવા બનાવવા માટે દર વર્ષની જેમ રાજસ્થાનના લુહારીયા પરિવાર રોજીરોટી માટે વિરમગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવે છે. હાલ ખેતીની સીઝન ચાલી રહી છે ત્યારે હાલ આ લુહારીયા પરીવાર ખેત ઓજારોને રીપેરીંગ અને નવા બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.