સુરત/ રામ નવમીના ડાયરામાં પૂર્વમંત્રી ગણપત વસવા દ્વારા નોટોનો વરસાદ

ગુજરાત ભાજપના પૂર્વ મંત્રી ગણપત વસવાએ ઉમરપાડા ખાતે રામનવમી નિમિતે યોજાયેલા ડાયરામાં પૈસાનો વરસાદ વરસાવ્યો હતો. માંગરોળના ધારાસભ્ય ગણપત વસવા રૂપાણી સરકારમાં મંત્રી હતા.

Top Stories Gujarat Surat
dayro રામ નવમીના ડાયરામાં પૂર્વમંત્રી ગણપત વસવા દ્વારા નોટોનો વરસાદ
  • પૂર્વ મંત્રી ગણપત વસાવા દ્વારા નોટોનો વરસાદ
  • માંગરોળના ધારાસભ્ય છે ગણપત વસાવા
  • ઓસમાણ મીર સહિતના કલાકારો પર નોટોનો વરસાદ
  • ઉમરપાડાના વાડી ગામે યોજાયો હતો ડાયરો

ડાયરોએ ગુજરાતની આગવી ઓળખ છે. અને ડાયરો ભરાય અને નોટોનો વરસાદ ના થાય તો જ બહુ કેહવાય. રાજ્યમાં ડાયરામાં પૈસાનો વરસાદ વરસાવવાની અનોખી પરંપરા સદિયોથી ચાલી આવી છે. અને આજે પણ યથાવત છે. લોક કલાકારો ડાયરાની રમઝટ બોલાવે અને શ્રોતાઓ અને દર્શકો લોકગીતના તાલે લીન થઇ પૈસાનો વરસાદ વરસાવતા હોય છે. તેમાં ગુજરાત ભાજપના નેતાઓ પણ બાકાત નથી.

ગુજરાત ભાજપના પૂર્વ મંત્રી ગણપત વસવાએ ઉમરપાડા ખાતે રામનવમી નિમિતે યોજાયેલા ડાયરામાં પૈસાનો વરસાદ વરસાવ્યો હતો. માંગરોળના ધારાસભ્ય ગણપત વસવા રૂપાણી સરકારમાં મંત્રી હતા. અને તેમના દ્વારા ઓસામણ મીર સહિતના કલાકારો ઉપર નોટોનો વરસાદ કર્યો હતો.  રામ નવમી નિમિતે યોજાયેલા આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

રામ નવમી 2022 / દેવરાજ ઈન્દ્ર માતા સીતા માટે ખીર લઈને આવ્યા હતા, રામ નવમી પર રામાયણની આ વાર્તા વાંચો

રામ નવમી 2022 / ધર્મ, મિત્ર અને પત્નીની કસોટી મુશ્કેલ સમયમાં જ થાય છે…