ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા ડીવીઝનના ડી.વાય.એસ.પી સાથે પીપળી ગામના શખ્સે ગેરવર્તન કરતા શખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધાઇ હતી.
મુળ પીપળી ગામે રહેતા માવજીભાઇ ઇશ્વરભાઇ વાણીયા દ્વારા ગત દિવસ દરમિયાન અરજી કરી હતી. જે અરજીની સંદર્ભે ધ્રાંગધ્રા ડીવીઝનના ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહીત દ્વારા આ અરજીના અરજદાર માવજીભાઇ ઇશ્વરભાઇ વાણીયાને પુરાવા સાથે રજુ થવા જણાવતા મંગળવારે ધ્રાંગધ્રા ડી.વાય.એસ.પી સમક્ષ પહોચ્યા હતા.
જ્યા તેઓની પાસે કરેલી અરજી સંદર્ભે પુરાવા માંગતા માવજીભાઇ વાણીયા ઉશ્કેરાઇ જઇ ફરીયાદના માગ કરી પોલીસ અધિકારીને જેમ ફાવે તેમ ગાળો બોલી ગેરવર્તન કરતા માવજીભાઇ ઇશ્વરભાઇ વાણીયા વિરુધ્ધ સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
આ પણ વાંચોઃ અમેરિકાનું ઓસ્પ્રે લશ્કરી વિમાન જાપાનના દરિયાકાંઠે થયું ક્રેશ, તેમાં આઠ લોકો હતા સવાર
આ પણ વાંચોઃ મસ્જિદના લાઉડસ્પીકર પર ચાલતી અઝાનને લઇ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો
આ પણ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર
Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Mobile App : Android | IOS