દિલ્હીમાં હવાઈ મુસાફરી દરમ્યાન અજીબ ઘટના બનવા પામી. પતિ-પત્નીનો ઝગડો ઉગ્ર થતા આકાશથી ધરતી પર આવ્યા. એટલે કે હવાઈ મુસાફરી દરમ્યાન પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા પ્લેનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ (emergency landing)કરવામાં આવ્યું. હવાઈ મુસાફરી કરી રહેલ પતિ-પત્ની ફલાઈટમાં જ ઝગડવા લાગ્યા. બંને વચ્ચેનો ઝગડો બહુ ઉગ્ર થતા પાકિસ્તાનમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પાયલોટે મંજૂરી માંગી. પરંતુ પાકિસ્તાને મંજૂરીનો સ્વીકાર ના કરતા આખરે પાયલોટે દિલ્હીમાં પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કર્યું.
હવાઈ મુસાફરી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી. પતિ-પત્નીના ઝગડામાં પ્લેન દિલ્હીમાં લેન્ડ કરતા અન્ય મુસાફરો પણ હેરાન થયા. એરક્રાફ્ટના પાઇલટે ATCનો સંપર્ક કર્યો હતો. પાયલોટે ફલાઈટમાં બે મુસાફરોના કારણે પરિસ્થિતી બેકાબુ થવા વિશે માહિતી આપી. પાયલોટે જણાવ્યું કે વિમાનમાં એક જર્મન પુરુષ અને તેની થાઈ પત્ની વચ્ચે બોલાચાલી થતાં વિમાનની સ્થિતિ બગડી હતી. જેના પગલે પાકિસ્તાનમાં લેન્ડિંગની પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાન તરફથી લીલી ઝંડી ન મળતાં IGI એરપોર્ટ પર ઉતરાણ કરવાની પરવાનગી માંગવામાં આવી હતી, જે મંજૂર કરવામાં આવી હતી.
મ્યુનિક અને બેંગકોક વચ્ચે ઉડતા લુફ્થાન્સા પ્લેનમાં સવાર પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ. લુફ્થાન્સાની ફ્લાઈટ નંબર LH 772માં મુસાફરી કરતા જર્મન પુરુષ અને થાઈ મહિલા કે જેઓ પતિ-પત્ની હતા તેમની વચ્ચે એવી લડાઈ થઈ કે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (emergency landing) કરવું પડ્યું. એક અધિકારીએ જણાવ્યું કે પત્નીએ પહેલા તેના પતિના વર્તન અંગે પાયલટને ફરિયાદ કરી અને કહ્યું કે તેને ધમકી આપવામાં આવી રહી છે. ત્યારબાદ પતિએ પણ પત્ની વિરુદ્ધ ફરિયાદ કરી. પતિ-પત્નીના ઝગડામાં અન્ય મુસાફરોને પણ મુશ્કેલીઓ થતી હોવાથી આખરે પાયલોટે પ્લેનનું ઇમરજન્સી કરવાનો નિર્ણય લીધો. દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ પહેલા પ્લેનના પાયલટે પાકિસ્તાનમાં લેન્ડિંગની પરવાનગી માંગી હતી પરંતુ પાકિસ્તાને ના પાડી દીધી હતી. દિલ્હી એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો કયા કારણોસર થયો તેની માહિતી બહાર આવી નથી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો જે ધીરે ધીરે લડાઈમાં ફેરવાઈ ગયો હતો. વધતી જતી લડાઈ પછી, ક્રૂ મેમ્બરોએ આખરે પ્લેનને ડાયવર્ટ કરવાનું નક્કી કર્યું. આખરે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ થયું અને લડતા માણસને નીચે ઉતારીને એરપોર્ટ સિક્યુરિટીને સોંપવામાં આવ્યો. હાલ આ સમગ્ર મામલે એરલાઈન કંપની તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
આ પણ વાંચો : ગુજરાત બનશે ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન કેપિટલ
આ પણ વાંચો : Gujarat/ ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા સમાન’, ગુજરાત હાઈકોર્ટે સરકારને ખખડાવી
આ પણ વાંચો : મસ્જિદના લાઉડસ્પીકર પર ચાલતી અઝાનને લઇ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો