Not Set/ સુરત : માતાએ આપ્યો દીકરાને એમ્બ્યુલન્સમાં જન્મ, નામ રાખી દીધું ૧૦૮ ગુપ્તા

સુરત સુરતમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે ટ્રાફિકની વચ્ચે એક એમ્બ્યુલન્સમાં બાળકને જન્મ આપવાનો કિસ્સો અમે આવ્યો છે. બાળકના માતા-પિતાની ખુશીનો પર નહોતો અને તેમણે ખુશ થઈને દીકરાનું નામ ૧૦૮ ગુપ્તા રાખી દીધું છે. બાળકના પિતા વિકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે શુક્રવારનો દિવસ અમે ઝીંદગીમાં ક્યારેય નહી ભૂલી શકીએ. હોસ્પિટલ પહોચવામાં હજુ ૪૦૦ […]

Top Stories Gujarat Surat Trending
0521 enbaulaensa સુરત : માતાએ આપ્યો દીકરાને એમ્બ્યુલન્સમાં જન્મ, નામ રાખી દીધું ૧૦૮ ગુપ્તા

સુરત

સુરતમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે ટ્રાફિકની વચ્ચે એક એમ્બ્યુલન્સમાં

બાળકને જન્મ આપવાનો કિસ્સો અમે આવ્યો છે. બાળકના માતા-પિતાની ખુશીનો પર નહોતો અને તેમણે ખુશ થઈને દીકરાનું નામ ૧૦૮ ગુપ્તા રાખી દીધું છે.

બાળકના પિતા વિકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે શુક્રવારનો દિવસ અમે ઝીંદગીમાં ક્યારેય નહી ભૂલી શકીએ.

હોસ્પિટલ પહોચવામાં હજુ ૪૦૦ મીટરનું અંતર હતું. ટ્રાફિકના લીધે તે લોકો હોસ્પિટલ પહોચી નહતા શક્યા. તેવામાં એમ્બુલન્સના ડ્રાઈવર અને પુરુષ નર્સ દ્વારા તેની ડિલીવરી કરવામાં આવી હતી. આ કપલને પહેલા પણ બે દીકરીઓ છે.

૧૦૮ ગુપ્તાની માતાના કહેવા પ્રમાણે ડોકટરે જયારે કહ્યું હતું કે બાળક આડું થઇ ગયું છે ત્યારે તે ઘણી ડરી ગઈ હતી. ઉપરથી બીજી ચિંતા ટ્રાફિકની પણ હતી. પરંતુ બાળકના જન્મને લીધે મારી ચિંતા ખુશીઓમાં બદલાઈ ગઈ.

એમ્બ્યુલન્સના ડ્રાઈવરને લીધે આજે મારું બાળક સુરક્ષિત છે.

એમ્બુલન્સમાં બાળકના આગમનના લીધે માતા-પિતાએ બાળકનું નામ ૧૦૮ ગુપ્તા રાખી દીધું હતું.