Sabarkantha News: રાજ્યમાં BZ કૌભાંડે ઉહાપોહ મચાવ્યો હતો. આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ BZ સહિત 4 સ્કિમ સામે ફરિયાદ નોંધાઈ છે. અન્ય નાની પોન્ઝી સ્કીમના સંચાલકો સામે CID ક્રાઈમ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ બાદ ભૂપેન્દ્ર ઝાલા ઉપરાંત અન્ય પોન્ઝી સ્કિમના સંચાલકો-CEO પણ ફરાર થયા. સંખ્યાબંધ ટીમો તપાસ માટે સક્રિય, છતાં ફરાર આરોપીઓ પોલીસની પકડવામાં આવી રહ્યા નથી. તેમજ કરોડોનું રોકાણ કરાવનાર શિક્ષક અને અધિકારી એજન્ટો પણ પોલીસ પકડથી દૂર છે.
BZ સિવાય હરસિદ્ધ ગ્રુપ અને RK સ્કીમના સંચાલકો સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. અને આ પોન્ઝી સ્કીમના સંચાલકો ફરિયાદ બાદ પણ ઝડપાયા નથી. સાબરકાંઠા અને અરવલ્લીના સંચાલકોને શોધવા અનેક ટીમો સક્રિય થઈ છે. સીઆઈડીની ટીમો ફરાર એજન્ટોને શોધવા સક્રિય બની વધુ કડક તપાસ કરી રહી છે છતાં તમામ આરોપીઓનો કોઈ અત્તોપતો મળ્યો નથી. જેને લઈને ચર્ચાઈ રહ્યું છે કે આમાં અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે છે. મયૂર દરજી સહિતના એજન્ટો દરોડા સમયે ઝડપાયેલા એકપણ વધુ આરોપીઓ પોલીસ પંહોચથી દૂર છે. સીઆઈડીએ આરોપીઓને ઝડપવા માટે આકાશ-પાતાળ એક કરવા છતાં તપાસના દાવા વચ્ચે હાથતાળી આપી આરોપી ગાયબ થઈ ગયા છે.
