સુરતમાં સ્મશાનમાં વેઈટીંગ હોવાના અહેવાલો અને વિડીયો પણ સામે આવી ચુક્યા છે. ત્યારે ઉમરા સ્થિત રામનાથ ઘેલા સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમવિધિ માટે વેઈટીંગ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ખાનગી વાહનોમાં પણ મૃતદેહ લાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ બે ભઠીઓ બંધ હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.
સુરતમાં એક તરફ કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે. તો બીજી તરફ મૃત્યદર પણ વધ્યો છે. ત્યારે ઉમરા સ્થિત આવેલા રામનાથ ઘેલા સ્મશાન ગૃહમાં મૃતદેહો અંતિમ વિધિ માટે વેઈટીંગમાં હોવાનું સામે આવ્યું હતું. અહી સતત અંતિમવિધિ થઈ રહી હોવાથી બે ભઠીઓ બંધ હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. ૪ માંથી બે ભઠીઓ બંધ હાલતમાં હોવાથી અંતિમવિધિ માટે લોકોને વેઈટીંગમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.
ખાનગી એમ્બ્યુલન્સમાં લવવામાં આવી રહ્યા છે મૃતદેહો
એક તરફ મનપા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રોજના ૧૦ થી ૧૫ લોકોના મૃત્યુ કોરોનાના કારણે થઈ રહ્યા છે. પરંતુ સ્મશાનમાં લોકોને વેઈટીગમાં બેસવાનો વારો આવી રહ્યો છે. જેને લઈને સુરતમાં નવા સ્મશાનો પણ શરુ કરવામાં આવી રહ્યા છે. આના પરથી સુરતની સ્થિતિ શું હશે તેનો અંદાજો લગાવી શકાય છે. આ ઉપરાંત સ્મશાનમાં ખાનગી વાહનોમાં પણ મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે. એમ્બ્યુલન્સ સતત કાર્યરત હોવાથી અને એમ્બ્યુલન્સની અછત હોવાથી લોકો ખાનગી વાહનોમાં પણ મૃતદેહો લાવવા મજબુર બન્યા છે.
