Sabarkantha News: સાબરકાંઠામાં BZ કૌભાંડનો ઘટસ્ફોટ થતા રાજ્યભરમાં ઉહાપોહ મચ્યો. BZ કૌભાંડમાં CID પોલીસે તપાસ તેજ કરતા પ્રાંતિજના શિક્ષક પર સંકજો કસ્યો છે. CID પોલીસે કૌભાંડમાં વધુ માહિતી મેળવવા હિંમતનગરના પ્રાંતિજની પ્રાથમિક શાળાના શિક્ષકને ઉઠાવ્યો. મોડી સાંજે CIDની ટીમે બે શખ્શોને પૂછપરછ માટે ઉઠાવતા સંકળાયેલા આરોપીઓમાં ફફડાટ જોવા મળ્યો.
પ્રાંતિજના શિક્ષક શાળામાં ફરજ પર હોવા છતાં BZ ગ્રુપની ઓફિસમાં કામ કરતા હોવાની પોલીસને માહિતી મળી. પ્રાથમિક શાળાનો આ શિક્ષક ઝાલાના મદદનીશ તરીકે કામ કરતો હતો. અને જિલ્લા પંચાયત અને શિક્ષણ અધિકારીઓનું લાયઝનીંગ કરતો હતો. આ લોકોએ અનેક શિક્ષકો અને અધિકારીઓને BZ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવ્યું. CID પોલીસ BZ કૌભાંડમાં મોટા માથા સંડોવાયેલા હોવાની શંકા જતા તપાસ વધુ તેજ કરતા નાનામાં નાની વિગતો એકત્ર કરી રહી છે. આ તપાસમાં શિક્ષક ઉપરાંત ભૂપેન્દ્ર ઝાલાના એક ઓફિસ બોયની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
BZ કૌભાંડમાં સીઆઈડી પોલીસને હિમંતનગરની શાળામાંથી મહત્વની જાણકારી મળી હતી. હિંમતનગરમાં એક પ્રિન્સિપાલની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેમણે એજન્ટ તરીકે કામ કરીને અનેક લોકોને BZ ગ્રૂપ સ્કીમ રોકાણ કરવાનું કહ્યું હતું. માત્ર પ્રિન્સિપાલ જ નહીં, પરંતુ અન્ય શિક્ષકો પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની સીબાઈને છે. પોતાની શિક્ષક તરીકેની સામાજિક પ્રતિષ્ઠાનો ગેરલાભ ઉઠાવીને લોકોને છેતરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હિમંતનગરના પ્રિન્સિપાલ બાદ પ્રાંતિજ શાળાના શિક્ષક પર અત્યારે સીબાઈનો સંકજો છે. હાલમાં CID ક્રાઈમની ટીમ પ્રાંતિજના શિક્ષક અને ઝાલાની ઓફિસના ઓફિસ બોય બંને શખ્શોને ગાંધીનગર લઈ ગઈ છે. બંનેની પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.
અપડેટ
મોડી રાત સુધી CIDના અધિકારીઓએ બંનેની આકરી પૂછપરછ કરતા ઝાલાને લઈને મહત્વની માહિતી આપી. ઝાલાના પોલીસ અધિકારીઓ સાથે સંબંધ હોવાના ખુલાસા કર્યા. ઝાલા અને મહિલા PIના સંબંધોની અગત્યની જાણકારી આપી. ઉપરાંત ઝાલા અને તેના પરિવારની વિગતો પણ CID સમક્ષ જણાવી. અધિકારીઓના રોકાણ, એગ્રિમેન્ટ સહિતની વિગતો જણાવતા ઝાલાના ફાર્મ હાઉસ, પાર્ટી કલ્ચરના પણ બંનેએ ખુલાસા કર્યા. શિક્ષક ઝાલાનો મદદનીશ હોવાનો ચોંકાવનારા ખુલાસા થયો. આખરે ઝાલા ક્યાં સંતાયો…? કડીઓ મેળવવા CIDએ તપાસ વધુ તેજ કરી. અન્ય એજન્ટો સુધી પહોંચવા પણ બંનેની આકરી પૂછપરછ કરાઈ. ઝાલાના પર્સનલ મોબાઈલ નંબરની પણ વિગતો મેળવવામાં આવી. અને તેમાં ઉચ્ચ અધિકારીઓના નામો પણ સામે આવતા CIDની ટીમ ચોંકી ઉઠી. કૌભાંડમાં સ્થાનિક, ગાંધીનગર, અમદાવાદના અધિકારી સામેલ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી. CIDની તપાસનો રેલો હવે આ કૌભાંડી અધિકારીઓ સુધી પહોચશે.
આ પણ વાંચો: અમદાવાદ 31St ની તૈયારી વચ્ચે ડ્રગ્સનો ઘટસ્ફોટ: 3.5 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
આ પણ વાંચો: અમદાવાદની વટવા પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો
