Surat News/ અલથાણમાં ફાયર સેફ્ટીના સાધનોની ચોરી, 4 બિલ્ડિંગમાંથી રૂ.72 હજારનો મુદ્દામાલ ઉઠાવ્યો

સુરતના અલથાણના સુમન ભાર્ગવ આવાસમાં તસ્કરોએ 4 બિલ્ડિંગમાંથી ફાયર સેફ્ટીના પિત્તળના કપલિંગ અને નોઝલ સહિત રૂ.72 હજારનો મુદ્દામાલ ચોરી (Althan Fire Safety Equipment Theft) લીધો. ઘટના CCTVમાં કેદ થઈ.

Top Stories Gujarat Surat Breaking News
Althan Fire Safety Equipment Theft: ફાયર સેફ્ટીના સાધનોની ચોરી, CCTVમાં તસ્કરો કેદ

Surat News: શહેરના અલથાણ વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન ભાર્ગવ આવાસમાં ચોરી (Althan Fire Safety Equipment Theft)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આવાસની ચાર બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બે શખ્સો બાઇક પર આવી બિલ્ડિંગ પરિસરમાં ફરતા અને ચોરીને અંજામ આપતા જોવા મળ્યા છે. આ ઘટનામાં તસ્કરોએ સુમન ભાર્ગવ આવાસની B, C, D અને E બિલ્ડિંગમાંથી ફાયર સેફ્ટીના હોઝ બોક્સ તથા અન્ય સાધનોમાંથી પિત્તળના કપલિંગ અને નોઝલ ચોરી કર્યા હતા. ચોરી થયેલા સાધનોની કુલ કિંમત રૂ.72 હજાર હોવાનું સામે આવ્યું છે.

બાઇક પર બે શખ્સો આવ્યા

CCTV ફૂટેજમાં બે અજાણ્યા શખ્સો બાઇક પર આવાસ પરિસરમાં પ્રવેશતા જોવા મળે છે. જેમાં એક શખ્સે લાલ અને સફેદ રંગનું ટી-શર્ટ પહેર્યું હોવાનું જોવા મળે છે. બંને શખ્સો બિલ્ડિંગ પરિસરમાં આસાનીથી ફરતા હતા. પ્રાથમિક વિગતો મુજબ, આરોપીઓએ ચોરી પહેલાં બિલ્ડિંગની રેકી કરી હોવાનું અનુમાન છે. CCTV કેમેરાની નજરથી બચવા માટે તેઓ એવા સ્થળોએ ગયા હતા જ્યાં કેમેરાનો સીધો એંગલ ન પહોંચતો હોય. આ રીતે તેમણે ફાયર સેફ્ટીના સાધનો સુધી પહોંચી ચોરી (Althan Fire Safety Equipment Theft) કરી હતી.

Althan Fire Safety Equipment Theft: ચાર બિલ્ડિંગમાંથી ફાયર સેફ્ટીના સાધનો ઉઠાવ્યા

વી.આઈ.પી. રોડ પર આવેલા સુમન ભાર્ગવ આવાસની B, C, D અને E બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી માટે લગાવવામાં આવેલા હોઝ બોક્સને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ફરિયાદ મુજબ, હોઝ બોક્સને ડુપ્લિકેટ ચાવી અથવા અન્ય સાધનની મદદથી ખોલી તેમાં રહેલા પિત્તળના ફાયર સેફ્ટી સાધનો કાઢી લેવામાં આવ્યા હતા. ચોરી (Althan Fire Safety Equipment Theft)માં કુલ 51 પિત્તળના ફાયર સેફ્ટી કપલિંગ, જેની કિંમત આશરે રૂ.51 હજાર, તેમજ 14 પિત્તળની ફાયર નોઝલ, જેની કિંમત આશરે રૂ.21 હજાર, મળી કુલ રૂ.72 હજારનો મુદ્દામાલ ચોરાયો હતો.

CCTVના આધારે પોલીસ તપાસ

ચોરી (Althan Fire Safety Equipment Theft)ની ઘટના સામે આવ્યા બાદ આવાસમાં રહેતા મુકેશભાઈ સોમાભાઈ પટેલે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અલથાણ પોલીસે CCTV ફૂટેજ કબજે કરી તેમાં દેખાતા શખ્સોની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. તસ્કરો કઈ બાઇક પર આવ્યા હતા, ચોરી પહેલાં તેમણે કેટલી રેકી કરી હતી અને આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.

ફાયર સેફ્ટીના સાધનો જેવી સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલી વસ્તુઓની ચોરી (Althan Fire Safety Equipment Theft) થતાં આવાસના રહેવાસીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.


આ પણ વાંચો:સુરતના પલમોનાઝ જ્વેલરી શોરૂમમાં ચોરી, શટરનું લોક તોડી તસ્કર દાગીના લઈ ફરાર

આ પણ વાંચો:સુરતમાં ‘ચણીયા ટોળી’નો તરખાટ! સાસુ-વહુ બની જ્વેલર્સમાં ઘૂસી 11 જોડી ઝાંઝરી ચોરી

આ પણ વાંચો:સુરતના ઉત્રાણમાં ચાની દુકાનમાં ચોરી અને તોડફોડ, CCTVના આધારે પોલીસે તપાસ શરૂ કરી