Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 10મા દીપોત્સવની (Ayodhya Deepotsav) ભવ્ય ઉજવણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. આ વખતે રામનગરીમાં અત્યાર સુધીનો સૌથી મોટો દીપોત્સવ યોજવાની તૈયારી કરવામાં આવી છે. સરયૂ નદીના 56 ઘાટ પર અંદાજે 30થી 33 લાખ (30 Lakh Diyas) દીવા પ્રગટાવવામાં આવશે. આ માટે 35 હજાર જેટલા સ્વયંસેવકોએ ઘાટ પર દીવાઓ ગોઠવવાની કામગીરી પૂર્ણ કરી છે. દીપોત્સવને ધ્યાનમાં રાખીને સમગ્ર અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
Ayodhya Deepotsav: 56 ઘાટ પર દીવાઓથી ઝળહળશે અયોધ્યા
યોગી સરકારના દસમા દીપોત્સવને ભવ્ય બનાવવા માટે સરયૂ નદીના (Saryu River Ghats) રામ કી પૌડી સહિત 56 ઘાટને શણગારવામાં આવ્યા છે. અહીં 30થી 33 લાખ દીવા પ્રગટાવવાનું આયોજન છે. આ કામગીરીમાં અંદાજે 35 હજાર સ્વયંસેવકો જોડાયા છે. શુક્રવારે રામ કી પૌડી સહિત તમામ ઘાટ પર દીપોત્સવનું અંતિમ રિહર્સલ યોજાવાનું છે. ત્યારબાદ સરયૂના કિનારે ભવ્ય દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે.

અયોધ્યામાં સુરક્ષાનાં ચુસ્ત આયોજન
દીપોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અયોધ્યાને સુરક્ષાની દૃષ્ટિએ 20 ઝોન અને 53 સેક્ટરમાં વહેંચવામાં આવી છે. પોલીસ, PAC, CRPF, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોને તહેનાત રાખવામાં (Deepotsav Record) આવશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન પર ખાસ નજર રાખવામાં આવશે.
2,100 ડ્રોનથી રામાયણનો વિશેષ શો
આ વખતના દીપોત્સવમાં 2,100 ડ્રોન દ્વારા રામાયણ પર આધારિત વિશેષ શો પણ યોજાશે. આકાશમાં ડ્રોનની મદદથી રામાયણનાં વિવિધ પ્રસંગો રજૂ કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની શકે છે. આ ઉપરાંત સમગ્ર અયોધ્યા શહેરને રોશની અને શણગારથી સજાવવામાં આવ્યું છે.
![]()
દર વર્ષે વધતો ગયો દીવાઓનો આંકડો
અયોધ્યાના દીપોત્સવમાં દર વર્ષે દીવાઓની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. વર્ષ 2021માં 9.41 લાખ, 2022માં 15.76 લાખ, 2023માં 22.23 લાખ, 2024માં 25.12 લાખ અને 2025માં 26.17 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. હવે 2026માં 30થી 33 લાખ દીવા પ્રગટાવવાનું આયોજન છે. જો આયોજન મુજબ દીવા પ્રગટાવવામાં આવશે તો અયોધ્યાના દીપોત્સવમાં (Ayodhya Diwali Celebration) નવો રેકોર્ડ સર્જાશે.
આ પણ વાંચો: દીપોત્સવ માટે દીવાઓનો કોન્ટ્રાક્ટ લખનૌની કંપનીને આપવામાં આવ્યો, અયોધ્યાના કુંભારો થયા નિરાશ
આ પણ વાંચો: પાટણમાં કાળી ચૌદસની અનોખી પરંપરા: કાલિકા પુરાણના 1008 નામ સાથે થશે સામૂહિક અર્ચના
આ પણ વાંચો: 5 હજાર વર્ષ જૂની માન્યતા સાથે જોડાયેલું ધન્વંતરી આશ્રમ, જાણો મોટી ધણેજનો ઇતિહાસ
