Patan News: પાટણના ઐતિહાસિક નગરદેવી કાલિકા માતાજીના મંદિરમાં (Kalika Mataji Temple) કાળી ચૌદસના પવિત્ર પર્વ નિમિત્તે 7 નવેમ્બર, 2026ના રોજ ભવ્ય સામૂહિક કાલી-પૂજાનું (Kali Chaudas puja) આયોજન કરવામાં આવ્યું છે. લોકકલ્યાણના હેતુથી યોજાનારી આ વિશેષ પૂજાવિધિ રાત્રે 8થી 11 વાગ્યા સુધી ચાલશે. દર વર્ષની પરંપરા મુજબ યોજાનારી આ પૂજામાં ભક્તો વહેલા તે પહેલાના ધોરણે જોડાઈ શકશે. પૂજા પૂર્ણ થયા બાદ રાત્રે 11:30 વાગ્યા સુધી માતાજીના વિશેષ શૃંગારનાં દર્શન કરી શકાશે.
Kali Chaudas puja: કાલિકા પુરાણના 1008 નામોચ્ચાર સાથે અર્ચના
સામૂહિક પૂજામાં ભાગ લેનારા ભક્તોએ પોતાના ઘર કે મંદિરમાં પૂજાતા આદિશક્તિના કોઈપણ સ્વરૂપની મૂર્તિ અથવા ફોટો સાથે લાવવાનો રહેશે. આ ઉપરાંત કાલિકા પુરાણમાં દર્શાવેલા ‘ક’ અક્ષરથી શરૂ થતા માતાજીનાં 1008 નામોના નામોચ્ચાર સાથે અર્ચના કરવા માટે પૂરતા પ્રમાણમાં ચોખા, ફળ અથવા બીલીપત્ર પણ સાથે લાવવાનાં રહેશે. મૂર્તિ કે ફોટાની સ્થાપના માટે મંદિર પરિવાર તરફથી બાજોઠ તેમજ સામૂહિક આરતી સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
પૂર્વ રજિસ્ટ્રેશન વગર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ
આ પૂજામાં જોડાવા માટે કોઈ પૂર્વ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા રાખવામાં આવી નથી. મંદિરમાં ઉપલબ્ધ જગ્યાને ધ્યાનમાં રાખીને ભક્તોને વહેલા તે પહેલાના ધોરણે સ્થાન (Samuhik Kali Puja) આપવામાં આવશે. આયોજકોના જણાવ્યા અનુસાર પૂજામાં બેસનારા દરેક ભક્તે સતત ત્રણ કલાક સુધી બેસીને પૂજાના નિયમો અને શિસ્તનું પાલન કરવાનું રહેશે. પૂજા પૂર્ણ થયા બાદ રાત્રે 11:30 વાગ્યા સુધી તમામ શ્રદ્ધાળુઓ માટે માતાજીના દિવ્ય શૃંગારનાં દર્શન ખુલ્લાં રહેશે.
આ પણ વાંચો: 5 હજાર વર્ષ જૂની માન્યતા સાથે જોડાયેલું ધન્વંતરી આશ્રમ, જાણો મોટી ધણેજનો ઇતિહાસ
આ પણ વાંચો: અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરમાં દિવાળીની ધામધૂમ: મધરાતે આરતી બાદ થશે આતશબાજી
આ પણ વાંચો: ધનતેરસના દિવસથી શરુ થશે 5 દિવસનું યમ પંચક…જાણો કેમ અને શા માટે મનાવવામાં આવે છે આ તહેવાર!
