Dhanteras 2026/ ધનતેરસના દિવસથી શરુ થશે 5 દિવસનું યમ પંચક…જાણો કેમ અને શા માટે મનાવવામાં આવે છે આ તહેવાર!

આ પર્વ (Yam Panchak 2026) દરમિયાન જાનવરોની પણ પૂજા કરવામાં આવે છે અને એમના પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ તહેવાર…

Trending festival Religious Dharma & Bhakti
Yam Panchak 2026 શું છે? જાણો એની traditional values અને Dateવિશે...યમ દીપકના powerful ઉપાય સાથે!

Dhanteras 2026 : યમપંચક (Yam Panchak 2026) કોઈ એક દિવસનો તહેવાર નથી પરંતુ 5 દિવસ સુધી ચાલતુ મહાપર્વ છે. જેની શરુઆત ધનતેરસથી થાય છે અને સમાપન ભાઈબીજ (Dhanteras to Bhai Beej Parv) પર થાય છે. આ પર્વ મુખ્યત્વે ઉત્તર ભારતના કેટલાક ભાગો અને પડોશી દેશ નેપાળ (North India and Nepal)માં મનાવવામાં આવે છે.

આ 5 દિવસો મૃત્યુના દેવતા યમરાજને સમર્પિત હોય છે. એવું માનવામાં આવે છે કે આ દરમિયાન યમરાજ (Yam raj)ના નામથી દીવો પ્રગટાવવાથી પરિવારના સભ્યો પર અકાળ મૃત્યુનું જોખમ ટળી જાય છે. આ ઉપરાંત આ પર્વ દરમિયાન જાનવરોની પણ પૂજા કરવામાં આવે છે અને એમના પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે આ તહેવાર ક્યારે મનાવાશે અને આ દરમિયાન કઈ-કઈ પરંપરાઓ (Yam Panchak Traditions) નિભાવવામાં આવે છે?

યમપચંક 2026 તારીખ (Yam Panchak 2026 Date)

યમપંચકની શરુઆત 6 નવેમ્બર 2026ના રોજ થાય છે અને એનુ સમાપન 11 નવેમ્બર 2026ના રોજ થશે.

યમપંચકમાં શું કરવામાં આવે છે? (Yam Panchak Rituals)

Yam Panchak Rituals- કાગડાને પ્રથમ દિવસે ભોજન
Yam Panchak Rituals- કાગડાને પ્રથમ દિવસે ભોજન

પ્રથમ દિવસ

યમપંચકના પ્રથમ દિવસે એટલે કે ધનતેરસે કાગડાની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કાગડાઓને યમરાજનો સંદેશાવાહક માનવામાં આવે છે. એવું કહે છે કે આ દિવસે એમને ભોજન સમર્પિત કરવાથી કોઈ અજુગતી ઘટનાથી રક્ષા થાય છે.

દ્વિતિય દિવસ

યમપંચકના બીજા દિવસે કૂતરાની પૂજા કરવામાં આવે છે. સનાતન ધર્મમાં કૂતરાનો સંબંધ ભૈરવ બાબા અને યમરાજ સાથે માનવામાં આવે છે.

તૃતિય દિવસ

યમપંચકના ત્રીજા દિવસે સમૃદ્ધિના પ્રતિક સમ ગાયોની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસા દિવાળીનો તહેવાર પણ મનાવવામાં આવે છે જેમાં મુખ્યત્વે દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે.

ચોથો દિવસ

આ ચોથા દિવસે બળદોની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગોવર્ધન પર્વ પણ મનાવવામાં આવે છે.

પાંચમો દિવસ

આ દિવસે ભાઈબીજનું પર્વ મનાવાય છે અને આ તહેવાર ભાઈ-બહેનના અસીમ પ્રેમનું પ્રતીક છે.

યમપંચક દરમિયાન યમ દીપક પ્રગટાવવાની પરંપરા (Yam Deepak Tradition)
યમપંચક દરમિયાન યમ દીપક પ્રગટાવવાની પરંપરા (Yam Deepak Tradition)

યમપંચક દરમિયાન યમ દીપક પ્રગટાવવાની પરંપરા (Yam Deepak Tradition)

યમ પંચક દરમિયાન સાંજના સમયે ઘરની બહાર યમના નામથી દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. ધ્યાન રાખવું કે ચાર મુખ વાળો ચોમુખો દીવો પ્રગટાવવો અને એને દક્ષિણ તરફ મુખ રહે એ રીતે મૂકવો. આ ઉપરાંત, દીવો પ્રગટાવતી વખતે યમ દેવ સમક્ષ પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના પણ કરવી જોઇએ. આ ઉપરાંત, આ પર્વ દરમિયાન કૂતરા, ગાય અને પક્ષીઓને પણ ભોજન કરાવવું જોઈએ.

યમ પંચકનું ધાર્મિક મહત્વ

યમ પંચકનો તહેવાર મુખ્યત્વે તમામ જીવો પ્રત્યે આભાર અને સન્માન પ્રગટ કરવાની ભાવનાને વૃદ્ધિ આપે છે. આ દરમિયાન યમરાજની પૂજા હોય છે. યમ પંચક દરમિયાન લોકો યમરાજ સમક્ષ લોકો પોતાના પરિવારના સભ્યોની કોઈ અકાળ ઘટનાથી રક્ષાની કામના કરે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ધનતેરસ 2026 ના ઘરની આ દિશામાં હંમેશાં ભરીને રાખો પાણીનો ગ્લાસ…મોજ કરાવશે ધન્વંતરી!