Vastu Tips: ધનતેરસ (Dhanteras 2026)ના પર્વ પર ઘણા બધા ઘરમાં સોના, ચાંદી, વાસણો અને અન્ય વસ્તુઓની ખરીદીની સાથોસાથ ધન-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ લઈને પ્રગટ થયેલા ધન્વંતરી (Dhanvantari)ને આયુર્વેદના પ્રવર્તક અને દેવતાઓના વૈદ્ય માનવામાં આવે છે. એમની આરાધના કરવાનો ઉદ્દેશ્ય નિરોગી કાયા, બહેતર સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરવાનો છે.
ધનતેરસ અને ધન્વંતરિનો સંબંધ (Relation of Dhanvantari and Dhanteras 2026)
ઉત્તર અને ઉત્તર-પૂર્વની મધ્યની દિશા જળ તત્વની દિશા છે અને શાસ્ત્રોમાં ધન્વંતરીને આ દિશાના સ્વામી માનવામાં આવે છે.
દિવાળી (Diwali) પહેલા ધનતેરસનો તહેવાર અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આ પાંચ દિવસનો દીપોત્સવ ધનતેરસના પર્વથી શરુ થાય છે અને ભાઇ-બીજ (Bhai Beej)ના દિવસે પૂર્ણ થાય છે. ધનતેરસના તહેવારે માતા લક્ષ્મી, ધનના દેવ કુબેર અને આયુષ્યના દેવતા ધન્વંતરિ (Lakshmi, Dhanvantari, Kuber)ની પૂજા-આરાધના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે કરેલી પૂજા અને ખરીદીથી સમગ્ર વર્ષ ઘરમાં દેવી-દેવતા દ્વારા સૌભાગ્ય, સમૃદ્ધિ અને આરોગ્યના આશિષ પ્રાપ્ત થાય છે.સા
સામાન્ય રીતે, ધનતેરસના દિવસે સોનું-ચાંદી, વાહન (Vehicle), વાસણ અથવા વસ્ત્ર ખરીદવાનું ઘણું જ શુભ ગણાય છે. ધાર્મિક માન્યતાનુસાર, આ દિવસે કશુંક નવું ખરીદીને ઘરે લાવવાથી માતા લક્ષ્મી અને ભગવાન કુબેર પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન, સંપત્તિ અને સુખ-શાંતિનું આગમન થાય છે.

ધનતેરસ (Dhanteras 2026)ના પર્વ પર ઘણા બધા ઘરમાં સોના, ચાંદી, વાસણો અને અન્ય વસ્તુઓની ખરીદીની સાથોસાથ ધન-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. પરંતુ આ તહેવારનો મૂળ સંબંધ કેવળ ધન અર્જીત કરવાનો નથી પરંતુ સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની કામના કરવાનો છે. સમુદ્ર મંથન
(Samudra Manthan) દરમિયાન, અમૃત કળશ લઈને પ્રગટ થયેલા ભગવાન ધન્વંતરિને આયુર્વેદના પ્રવર્તક અને દેવતાઓનો વૈદ્ય માનવામાં આવે છે. એમની આરાધના કરવાનો ઉદ્દેશ્ય નિરોગી કાયા, બહેતર સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરવાનો છે.
સમયાંતરે ધન્વંતરિ ત્રયોદશી (Dhanvantari Trayodashi) નું પ્રચલિત નામ ધનતેરસ થઈ ગયું અને આ પર્વ પર ધન-સંપત્તિની કામનાનું વધુ મહત્વ જણાવા લાગ્યું! જો કે, સ્વસ્થ શરીર (Healthy Body)ને જીવનની સૌથી મોટી સંપત્તિઓ પૈકીની એક માનવામાં આવે છે.
વાસ્તુમાં ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશાનો સ્વાસ્થ્ય સાથે સંબંધ (Vastu Health Direction)
વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનો સંબંધ અલગ-અલગ પ્રકારની ઊર્જા અને જીવનના વિભિન્ન પાસાઓ સાથે જોડાયેલો છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વની મધ્યમાં આવતી ઉત્તર-ઉત્તર-પૂર્વ ક્ષેત્રનો સંબંધ સ્વાસ્થ્ય, શુદ્ધિ અને શરીરની ઊર્જા સાથે છે. આને ઈશાન કોણથી પહેલાનું ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. આ દિશાનું સંતુલિત અને સ્વચ્છ હોવું સકારાત્મક વાતાવરણ બનાવવામાં સહાયક માનવામાં આવે છે. જો કોઈ ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી અસ્વસ્થ હોય તો એના રુમની દિશા અને ત્યાં રાખેલી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઇએ. ઉત્તર-ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સૂવાથી સ્વાસ્થ્ય મળે છે. પરંતુ ગંભીર અથવા લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાં તબીબી સલાહ અને ઉપચાર આવશ્યક છે.

આ દિશામાં જળ રાખવાનું મહત્વ (Water in North-North-East)
ઉત્તર-ઉત્તર-પૂર્વ જળ તત્વની દિશા છે. આ કારણે અહિં સ્વચ્છ જળ રાખવું શુભ માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં દવાઓને વ્યવસ્થિત રીતે રાખવાથી પણ સ્વાસ્થ્ય લાભ થાય છે. આ દિશામાં દરરોજ સ્વચ્છ પાણીનો પ્યાલો મૂકીને એ જળ ગ્રહણ કરવાથી સ્વાસ્થ્ય બહેતર બને છે.
કઈ ધાતુના ગ્લાસમાં પાણી રાખવું? (Metal for keeping Water)
જળ રાખવા માટે સ્ટીલ, કાચ, પિત્તળ અને ચાંદીના વાસણ બહેતર રહેશે. ચાંદી (Silver)ને શીતળતા અને જળ તત્વનું દ્યોતક માનવામાં આવે છે જ્યારે તાંબુ (Copper) અગ્નિ તત્વથી સંબંધ ધરાવે છે. આથી જ આ દિશામાં તાંબાના સ્થાને ચાંદી, કાચ કે સ્ટીલના પાત્રમાં જળ રાખવું જોઇએ. ધન-સંપત્તિનો આનંદ ત્યારે જ સંભવ છે જ્યારે શરીર સ્વસ્થ્ય હોય! ધનતેરસ પર પૂજા-અર્ચના સાથે સ્વચ્છતા, સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને સમય પર સ્વાસ્થ્ય તપાસનો સંકલ્પ લેવો બહેતર છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો : ઘરની બારીઓને શું તમે હંમેશાં બંધ રાખો છો? વાસ્તુ અનુસાર વધી શકે છે સમસ્યાઓ…આજે જ બદલો આદત!
આ પણ વાંચો : ભગવાન વિષ્ણુ અને માતા દુર્ગાને ભૂલથીયે ન ચડાવવા આ ફૂલો…કયા પુષ્પો વર્જીત માનવામાં આવે છે? જાણો વાસ્તુ નિયમ…
આ પણ વાંચો : સવાર-સવારમાં આટલી ભૂલો ન કરવી! ઉઠતા જ અરીસો જોવો એ વાસ્તુદોષ બની શકે!!
