Dharma & Bhakti/ દિવાળીમાં કરો ઘરના ખૂણેખૂણાની સફાઇ, આ દિશાઓની પૂજાથી મા લક્ષ્મી થશે પ્રસન્ન…

દિવાળીના પર્વ સત્ય પર અસત્યના વિજય અને અંધકાર પર પ્રકાશના વર્ચસ્વનું પ્રતીક છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરનો ઈશાન ખૂણો, બ્રહ્મસ્થાન, પૂર્વ તથા ઉત્તર દિશાને…

Trending Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: દિવાળી (Diwali 2025) પહેલા ઘરની સાફ-સફાઈ (House Cleaning) કરવાથી તમારા નિવાસસ્થાનમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. વાસ્તુશાસ્ત્ર (Vastu Shashtra) અનુસાર, દિવાળી પહેલાં વિશેષ કરીને ઘરનો ઈશાન ખૂણો, બ્રહ્મસ્થાન, પૂર્વ તથા ઉત્તર દિશાને સ્વચ્છ કરવાથી ઘરની અંદર સુખ, શાંતિ અને માતા લક્ષ્મી (Mata Lakshmi)ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સદા એની કૃપા બની રહે છે.

હિન્દુ સનાતન ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર દિવાળી છે જેને દીપોત્સવ તરીકે પણ સંબોધવામાં આવે છે. આ પર્વ સત્ય પર અસત્યના વિજય અને અંધકાર પર પ્રકાશ (Light over Darkness)ના વર્ચસ્વનું પ્રતીક છે. હિન્દુ પંચાંગ અનુસાર, દર વર્ષે અશ્વિન માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. વર્ષ 2025માં દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબર (20 October), સોમવારના રોજ મનાવવામાં આવશે.

દિવાળી પહેલા ઘરની સ્વચ્છતા અત્યંત શુભ (Shubh) મનાય છે કારણ કે, એવી માન્યતા છે કે સ્વચ્છ ઘરમાં જ માતા લક્ષ્મીનું આગમન થાય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ એનું વિશેષ મહત્વ રહેલું છે અને એવું કહેવાય છે કે નિવાસસ્થાનની અમુક દિશાઓ પૂર્ણ રીતે સ્વચ્છ હોય તો જ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને પ્રગતિના દ્વાર ખુલે છે. તો આ દિશાઓ કઇ છે એ અંગે જાણીએ…

1. બ્રહ્મ સ્થાન

ઘરના કેન્દ્રસ્થાનને બ્રહ્મ સ્થાન (Brahm Sthan) કહે છે અને એને નિવાસસ્થાનની ઊર્જાનું કેન્દ્ર (Energy) ગણાય છે. કેવળ દિવાળીમાં જ નહિં પણ આખું વર્ષ આ સ્થાન ખુલ્લું અને સ્વચ્છ રહે તો એમાં સકારાત્મક ઊર્જા પ્રવાહિત થાય છે અને મન પણ પ્રસન્ન રહે છે!

2. ઈશાન ખૂણો

ઘરનો ઈશાન ખૂણો અર્થાત્ ઉત્તર-પૂર્વ ખૂણો (Ishan, North-East Corner) અત્યંત પવિત્ર ખૂણો ગણાય છે કારણ કે, એ દેવોની દિશા છે. દિવાળી અગાઉ આ દિશાની વિશેષ સફાઈ કરવી. અહિં મંદિર કે પૂજા સ્થાન સ્થાપિત કરવામાં આવે છે. સફાઈ કરતી વખતે જળ તત્વનું ધ્યાન રાખવું અને આ સ્થળે દીવો પ્રગટાવવો અને જળ છાંટવું. એવી માન્યતા છે કે જો ઈશાન ખૂણામાં ગંદકી હોય અથવા એ અવ્યવસ્થિત હોય તો માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી.

3. પૂર્વ દિશા

ઘરની પૂર્વ દિશા (East Direction) સૂર્યનારાયણ ભગવાનની દિશા છે જ્યાંથી સૂરજનું પ્રથમ કિરણ પ્રવેશે છે. આથી આ દિશા ખૂબ મહત્વની છે અને એને સ્વચ્છ રાખવી જરુરી છે. દિવાળી અગાઉ પૂર્વ દિશાની દિવાલો, બારીઓ અને દ્વાર સારી રીતે સ્વચ્છ કરી લેવા જોઇએ. આ દિશામાં જો તમારે પડદા લગાવવા હોય તે હળવા પીળા, ક્રીમ કે ગોલ્ડન ઝૂલવાળા લગાવવા જોઇએ. સવારના સમયે સૂર્યપ્રકાશને ઘરમાં આવવા દેવો જેથી સકારાત્મકતા (Positivity)નો સંચાર થાય.

4. ઉત્તર દિશા

ઉત્તર દિશા (Uttar Direction) ધનના દેવતા કુબેરની દિશા ગણાય છે. ધન-સંપત્તિ તથા સમૃદ્ધિના સ્વામી કુબેર (Kuber)ની આ દિશાની સફાઇ વિશેષ રુપે કરવી જોઇએ. જો તમે ઇચ્છો તો આ દિશાને લીલાછમ્મ છોડ (Plant)ના કૂંડાથી સજાવી શકો છો. આમ કરવાથી ધનનો પ્રવાહ અને આર્થિક સ્થિરતા જળવાઇ રહે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: