Not Set/ live: જનઆક્રોશ રેલી, પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ, એક પોલીસકર્મી ઘાયલ

ગાંધીનગર, ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસની જનઆક્રોશ રેલી યોજવામાં આવી હતી..ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે સભા સ્થળે ખુરશીઓ ખાલી દેખાઇ હતી. સભા સ્થળે ખેડૂતોની હાજરી પાંખી દેખાઇ રહી હતી. સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે ગૃહની કાર્યવાહી શોકપ્રસ્તાવ બાદ મુલતવી રહી હતી. બુધવારે સવારે 9:30 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થશે. ગુજરાત પ્રદેશ […]

Top Stories

ગાંધીનગર,

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસની જનઆક્રોશ રેલી યોજવામાં આવી હતી..ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે સભા સ્થળે ખુરશીઓ ખાલી દેખાઇ હતી. સભા સ્થળે ખેડૂતોની હાજરી પાંખી દેખાઇ રહી હતી. સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે ગૃહની કાર્યવાહી શોકપ્રસ્તાવ બાદ મુલતવી રહી હતી. બુધવારે સવારે 9:30 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી લીધી છે.

ખેડૂત આક્રોશ રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘર્ષણ દરમિયાન એક પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયો હતો.

આક્રોશ રેલી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે મહિલા પીએસઆઈને ધક્કો માર્યો હતો. વિધાનસભા બહાર કોંગ્રેસી ધારાસભ્યએ પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી હતી.